________________
પ્રકરણ ર નું નવયુગના જૈનને પરિચય સમય ઘણો ફરી ગયા છે. દેશ અને કાળ એ વિષય પૈકી દેશ હતું તે ને તે જ રહ્યો છે, પણ કાળમાં મહા પરિવર્તન થઈ ગયું છે. આપણે જે નવયુગના જનને સમજવા પ્રયત્ન કરીએ છીએ તેણે નવીન સંસ્કૃતિને અભ્યાસ કર્યો છે, એ ચર્ચા કરવામાં કુશળ છે, એ અનેક પ્રજાઓના ઈતિહાસના જ્ઞાનથી સંપૂર્ણ રીતે સજજ છે, એને ચર્ચા કરવામાં રસ પડે છે, અને પ્રાચીન માટે માન છે પણ સાર્વત્રિક નહિ. એ પ્રાચીની ભૂલેને જોઈ શકે છે, એ સર્વ બાબતોમાં પ્રાચીને અસાધારણ મનુષ્યો હતા એમ માનતું નથી, એ પ્રાચીનનાં પ્રત્યેક કાર્યોને ચર્ચાને સરાણે ચડાવે છે, પ્રાચીનએ અનેક ગ્રંથને અને આગમોને વારસો મહા કષ્ટ જાળવી રાખ્યો તે માટે તે તેને આભાર માને છે, અને કેટલીક પદ્ધતિ રીતરિવાજે તેમના સમયને ઉપયોગી અથવા જરૂરી હતા એમ અમુક અંશે સ્વીકારે છે, કેટલાકને તે વખોડે છે અને કેટલાકના સંબંધમાં સંભાળભરી ચર્ચા કરે છે. એને મન સર્વ પ્રાચીન છે એટલે સારું જ છે એ નિર્ણય નથી અને સાથે પ્રાચીનના શુભ તને સ્વીકારવામાં એને વાંધો પણ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com