________________
નવયુગના જૈન
આ મેટા તકાવતામાં કાંઈ દમ નથી. નવયુગ એકત્ર મળી એના સપાટાબંધ નિકાલ કરી નાખો. દિગંબર ભાઈ આ પેાતાના મદિરામાં સાદાઈ વધારે રાખશે, શ્વેતાંબરા એ સાદાઈનું ઓછુંવત્તું અનુકરણ કરશે અને નવયુગમાં પરસ્પર એકબીજાનાં મંદિશમાં છૂટથી જશે અને ભક્તિમાં ભાગ લેશે. ભગવાનની ભક્તિ ગમે તે પ્રકારે કરવામાં આવશે તે જોઈ પ્રકારને કારણે દ્વેષ બંધ થઈ જશે અને કાઈ તીર્થોમાં અમાનુષી દેખાવે, ચક્ષુ ઉતારવા ચઢાવવાના થાય છે એ સર્વ પ્રબંધ અટકી જશે. એક વખત પ્રેમ અને વિશ્વાસ ઉત્પન્ન થયા એટલે સ ગૂંચવણના રસ્તા નીકળશે અને એવા રસ્તાઓ કાઢવાની આવડત નવયુગમાં આવશે. આ બન્ને ફીરકાઓ વચ્ચે પ્રેમ થશે અને સંગઠન થઈ શ્રી વીરના સંદેશા જગતભરમાં પહોંચાડવા બન્ને ફીરકાઓ હાથેાહાથ મીલાવશે. તેમને લાગશે કે આપણે ખૂબ નકામા લડ્યા, નિરÖક શક્તિ વાપરી અને ધન, બુદ્ધિ અને તકના દુરુપયોગ કર્યાં. એના જ સદુપયાગ કરીને બન્નેનું સાષ્ય સાધશે. આ કાર્ય પહેલી તકે થશે અને તેમાં આડે આવનાર ઉપદેશક પંડિત વર્ગની
વીતરાગ
૧૪૦
કરવામાં નવયુગ ધર્મ માનશે, અને કતવ્યનું ઉદ્ઘાટન દ્વાર માનશે.
ઉલટી સલાહની ઉપેક્ષા ભાવની વાનગી માનશે
મૂર્તિપૂજક અને સ્થાનકવાસીને। તફાવત તા તે પ્રેમ, આદર અને વિવેકની પાસે બહુ અલ્પ પ્રયાસે પતી જશે. નવયુગ દરેકને ઇચ્છાનુસાર મૂર્તિપૂજા કરવા ન કરવાની છૂટ આપશે અને આગ્રહ દૂર થયા એટલે રસ્તે સરળ દેખાય છે.
આ ત્રણે ફીરકાઓના પૂજ્ય પુરુષ એક જ છે, આ ફીરકાને ઇતિહાસ એક જ છે, જ્ઞાનની મહત્તા સ`સ્વીકારે છે, કષાયનું ત્યાજ્યપણું સવ માને છે અને સેકડા બાબતમાં, હજારો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com