Book Title: Navyugno Jain
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jyoti Karyalay

View full book text
Previous | Next

Page 375
________________ ૩૫૦ નવયુગને જૈન જેવી છે. નવયુગ આ કાર્ય પહેલી તકે ઉપાડી લેશે એમાં શંકા નથી. અત્યાર સુધી જૈનદર્શન માટે, જેને માટે, જૈનના ત્યાગમાર્ગ માટે અને જૈનોની રહેણીકરણ માટે અનેક ગેરસમજુતી ચાલે છે તે દૂર કરવાની જરૂર છે. એ પદ્ધતિસર કામ તુરતમાં નવયુગ ઉપાડી લેશે એવી આશા રાખી શકાય. ભાષાંતરે એટલું જ મહત્ત્વનું કાર્ય અનેક ગ્રંથરત્નના અંગ્રેજી ભાષામાં અને દેશી ભાષામાં તરજુમા થવાની આવશ્યકતા સ્વીકારવાનું અને તેને અમલ કરવાનું છે. અસલ જૈન સાહિત્ય વિદર્ભેચ થાય તેવા આકારમાં ઘણું ઓછું પ્રકટ થયું છે. કેટલાક મૂળ પ્રકટ કરવાના પ્રયત્નો થયા છે તેમાં ધારણ વગરનું કામ થયું છે. એ આખું કાર્ય વિશાળ પાયા પર કરવાની જરૂર છે અંગ્રેજી ભાષામાં ભાષાંતરે કરવાને હેતુ એ છે કે હિંદની અત્યારની પરિસ્થિતિમાં અંગ્રેજી ભાષા અનેકના ઉપયોગમાં આવી શકે તેવી સ્થિતિ છે, એમ થયું કે હોવું જોઈએ કે નહિ એ ચર્ચા કરવાનું આ સ્થાન નથી. જે વસ્તુસ્થિતિ છે તે સમજી સ્વીકારીને આ વાત અત્ર રજુ કરી છે. એ સંબંધમાં જર્મન ભાષામાં ઘણે પ્રયાસ થયો છે તેને લાભ લેવાની પણ જરૂર છે. સાહિત્યને જેમ બને તેમ વધારે વિસ્તાર થાય, સામાન્ય પ્રતિના વાચકથી માંડીને તત્ત્વગવેષણ કરનારને તેમાં રસ પડે તેવી સામગ્રી તૈયાર થાય એ કાર્ય નવયુગે મુદ્દામ રીતે ઉપાડી લેવાનું છે. સેવાભાવી આજીવન સભ્યો કાર્યનાં ક્ષેત્રને નવયુગમાં પાર રહેશે નહિ. જૈન ધર્મને વિશ્વ ધર્મ કરવાના ઉદાર આશયથી નીકળેલ નવયુગ કંઈ સાધારણ પ્રયતને એ કામ સિદ્ધ કરી શકે નહિ. વ્યાપારની વૃદ્ધિ કરવી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394