________________
પ્રકરણ ૨૭ મું
૩પ૭ -~~~-~-~
નહિ કરે, એ સામાન્ય જનતાને જે જોઈએ છે તે પ્રકારને ધર્મ અને ખાસ કરીને ન્યાયની કેટિને સર્વ પ્રકારે પહોંચી વળે તેવું જૈન દર્શન છે એ બતાવી શકશે. વચગાળના સમયમાં જૈન થનારને પડેલી આપદા અથવા અગવડોને તે દૂર કરશે, તેના ઉપાય સૂચવશે અને જનતાની કલ્પના અને તર્ક શક્તિ પર અસર કરતાં જૈન ધર્મના તને એ આગળ લઈ આવશે. એની નયનિક્ષેપ સપ્તભંગીની લક્ષણાઓથી અને સ્યાદ્વાદની વિશિષ્ટ શૈલીથી એ વિતર્ગને ખેંચશે અને વિતરાગ ભાવ અને તપત્યાગના જીવંત નિયમોથી જનતાને આકર્ષશે. એ વિચારવાતાવરણમાં અહિંસાના સાધનથી એટલું પરિવર્તન કરી બતાવશે કે જનતા એ દર્શનને બહુ ખુશીથી વધાવી લેશે. મનુષ્ય સદાચાર અને યમથી વિકાસ પામીને નિરાબાધ સુખ પામી શકે છે, જીવ આદર્શ ભૂત ઈશ્વર–પરમાત્મા થઈ શકે છે અને એનો મેક્ષ સાધવો એ એના સ્વાધીનમાં છે, એને હસ્તગત છે અને એના પિતાના પ્રયાસથી સાધ્ય છે; વળી એ મુકત સ્થિતિમાં પણ એનું વ્યક્તિત્વ જરૂર રહે છે–આવું આકર્ષક નિર્વાણ જૈન દર્શન બતાવે છે અને તેને માટે એ દર્શન આબાલવૃદ્ધ વિદ્વાન અને સામાન્ય જનતાનું ધ્યાન ખેંચે તેમાં નવાઈ નથી. મનુષ્ય દેવ થઈ શકે, પરમાત્મા થઈ શકે એ હકીકત અન્યત્ર અપ્રાપ્ય છે. આ સંબંધમાં કામ કરનાર સેવાભાવી સેવકે અને સેવિકાઓ જોઈશે તે નવયુગ પૂરાં પાડશે.
નવયુગ જૈનની સંખ્યામાં બહુ મેટે વધારે કરી શકશે. જૈન એ કેમ નથી, બિરાદરી નથી, જ્ઞાતિ નથી, પણ વિચારવાતાવરણને ફેરવનાર આત્મસાક્ષાત્કાર કરાવનાર મહાન સત્ય છે એ વાત તે જગતની આગળ ધરશે અને લડાઈઓથી કંટાળેલી,
આર્થિક પ્રકાથી ગૂંચવાઈ ગયેલી, મતમતાંતરથી સપડાઈ ગયેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com