________________
३१२
નવયુગને જૈન
સર્વને પિતાના પગ તરફ નીચે જેનાર બનાવશે, એ સર્વને અંદર જેનાર બનાવશે. એ આત્મનિરીક્ષણ કરતાં શીખવશે. એ જૈન કેમની ગયેલી સંપત્તિ ઘેર લાવશે, એ જૈન દર્શનનું યોગ્ય સ્થાન વિશ્વમાં પ્રાપ્ત કરાવવા યોગ્ય પ્રબંધ કરશે અને તપત્યાગની આદર્શ મૂર્તિ બનશે.
પ્રાચીન માન્યતા પ્રમાણેને ભસ્મગૃહ ઉતરી ગયો છે. એને ઉત્તરકાળ પણ વિક્રમ સંવત ૨૦૩૦માં પૂરે થાય છે. એની આગાહી કરનારા મરચા મંડાઈ ચૂક્યા છે. સંવત ૨૦૩૦માં થનાર ઉદયકાળનાં દ્વાર પર નવયુગ ઊભો રહેશે અને ત્યાં ઊભા રહી યુગપ્રધાનની પ્રેરણા દ્વારા અસાધ્ય લાગતું સાધશે, અકથ્ય વ્યવહાર કરશે અને નવયુગનાં સ્વમાને સાચાં કરી બતાવશે. વીતરાગ ધર્મના વિજયનાં મંડાણ મંડાઇ ચૂક્યાં છે. માત્ર એને પ્રેરનાર પ્રતાપી પુરુષની રાહ જોવાય છે અને દરમ્યાન પરિવર્તનકાળ પિતાને બાફીને સમય પૂરો કરે છે.
ઉપરોક્ત યુગપ્રધાન મહાત્માને દેશકાળ ઇતિહાસ વિજ્ઞાન અને મહત્વનાં સર્વ વિષયોનું જ્ઞાન હશે. એ અર્થશાસ્ત્ર અને રાજકારણ સમજશે. એ સમાજની જરૂરિયાત જાણશે. એની પાસે પ્રાચીને હાથ જોડી ઊભા રહેશે. એના પ્રબળ તેજ પાસે સાધુ વર્ગ મૂક થઈ જશે. એના પ્રેરકબળથી સમાજ અસાધારણ ઝડપે અનેક દિશામાં પ્રગતિ સાધશે. જે બાબત સમજે નહિ તે બાબતને ઉપદેશ કરવાની સાધુઓને એ મના કરશે. દંભી માની સાહસ તરીકે સમાજની શ્રદ્ધાને ગેરલાભ લઈ બેઠેલા બજારૂ સાધુઓના એ વેશ લઈ લેશે. જૈનદર્શન એ બચ્ચાના ખેલ નથી કે રમત કરવાનાં રમકડાં નથી, એ અગાધ તત્ત્વજ્ઞાન છે અને એની પછવાડે જમાનાના યુગેના અહેવાલો છે–એને એ શાંતિથી વિકસાવશે અને બળવત્તરપણે વિસ્તારશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com