Book Title: Navyugno Jain
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jyoti Karyalay

View full book text
Previous | Next

Page 389
________________ - ૩૪. નવયુગને જૈન તમારી વિતરાગ ભાવના સાથે તમારા ઘણા આડંબરે તાલભંગ કરનારા છે. પ્રભુભક્તિના જેમમાં તમે ઘણી જગ્યાએ વિવેક અહિંસા અને શાંતિ વીસરી ગયા છે. પ્રભુના શરીર પર મોટો શણગાર કરે, હજારે ફૂલે ચઢાવવાં વગેરે અસલ ભાવનાથી દૂર ગયેલું તમને નથી લાગતું? તમે જરા પાછા હઠે. વીતરાગ ભાવનાને અનુરૂપ થાઓ. અમારા દિગંબર બંધુઓને કહેલું કે બાળ છ લિગ–બાહ્ય દેખાવ જુએ છે અને બાળજી ઓછામાં ઓછા ૯૫ ટકા હેય છે. તેઓને જે જેશે તે નહિ આપે તે એકલા વિદ્વાનેથી સમાજ ટકવાને નથી, વીતરાગ શરીર પર આભૂષણની વાત તમારી સ્વીકારાય તે થડે બાહ્યોપચાર થાય તેમાં વાંધે કાશે નહિ. જૈન મહામંદિર ચણતરનાં સૂત્ર આવી રીતે થોડી છૂટછાટ કરીને સર્વ એક બીજાની નજીક આવે તે જૈન મહામંદિર જામે. ગૃહશુદ્ધિ થયા વગર, ગૃહમાં કકળાટ દૂર થયા વગર, ઘરમાં એકસંપ થયા વગર, એકદિલ થયા વગર, પ્રગતિ થશે તો પણ નામની થશે. તમારે અહિસાના સંદેશા ઘેર ઘેર મોકલવા છે અને વિશ્વભરમાં મોકલવા છે તે કરવા ઘરમાં શાંતિ અને સ્થિરતા પ્રથમ આવશ્યક છે. બાકી ટૂંકમાં કહીએ તે પ્રત્યેક જૈન પુરુષ અને સ્ત્રીએ સેવક ભાવે બહાર આવવાની અત્યારે તક છે. દર્શન પ્રભાવનાને આવો અવસર નહિ આવે. અત્યારે આખા હિંદમાં જૈન ધર્મ પ્રસરતે જાય છે. એનાં અંગે પકડી લેવાની ખાસ જરૂર છે. આ બાબત ખાસ મહત્ત્વની ગણશો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394