________________
પ્રકરણ ૨૭ મું
૩૩
પૂજા-પ્રાર્થના છેવટે નવયુગને બહુ અગત્યની બાબતમાં પ્રેરણા સૂચના કરી વિરમીએ. તાત્કાળિક જરૂરિયાત સમસ્ત જૈન કેમને લાગુ પડે એવું પ્રાર્થના સત્ર—પૂજા વિશેષ તૈયાર કરવાની છે. નમસ્કારમંત્રથી એની શરૂઆત થાય. સમસ્ત જૈને એ પૂજા પ્રાર્થના પ્રકાર ત્રિકાળ સાધ્ય કરે. એની જરૂરિયાત સુસંપ સાધવાને અંગે ખાસ પ્રાપ્ય છે. મતમતાંતર ભેદ ભૂલી જવા માટે સર્વસામાન્ય સર્વસંમત પ્રાર્થના તૈયાર કરવાની જરૂર છે. એ સર્વસંમત આગમ ગ્રંથ અનુસાર અને સર્વ સમજી શકે તેવી હિંદી ભાષામાં હેવાની સૂચના કવ્ય લાગે છે.
સ્થાનકવાસીઓને અમારા વેતાંબર સ્થાનકવાસી બંધુઓને વિજ્ઞપ્તિ કરીને કહીશું કે સામાન્ય જનતા જેમાં મોટો ભાગ આવી રહે છે તે નિરાલંબન ધ્યાન નહિ કરી શકે. કોઈ જાતના આલંબનને અભાવે જનતા અન્ય ધર્મમાં ઢળી જવાને ઘણે ભય છે તે ઇતિહાસ વિચારવાથી અને આજુબાજુની કેમેને ઇતિહાસ જોવાથી માલૂમ પડશે. ઉત્કૃષ્ટ નિરાલંબન ધ્યાનની કક્ષા આ કાળમાં લગભગ અશક્ય છે અને મોટા ભાગ જે અન્ય દેવદેવીને માનતે થતો જતો હોય એમ તમારા નિરીક્ષણથી તમે જોઈ શક્યા છે અથવા શકે તે જરા આગળ આવે અને કાંઈ રસ્તો બાળ અને મધ્યમ અધિકારી માટે કાઢે.
શ્વેતાંબર મૂર્તિપૂજકને અમારા વેતાંબર મૂર્તિપૂજક બંધુઓને કહીશું કે તમારી ભક્તિમાં દેખાદેખીથી ઘણું વૈષ્ણવીય તત્ત્વ દાખલ થઈ ગયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com