________________
પ્રકરણ ૨૭ મું
૩૪૧
wwww
અનેક વિષયો પર ઉલ્લેખ કરવાનું થાય. તેવી જ બાબત પ્રત્યેક વિષયમાં આવે. આ સર્વ અત્ર રજુ કરવી અશક્ય છે અથવા બીનજરૂરી છે. પણ કેળવણીને અંગે પ્રેરક તો કયા નીવડશે એ નવયુગની નજરે અત્ર રજુ કરવા પ્રયાસ કર્યો છે. આ મુદ્દા પરજ આખે ઉલ્લેખ રજુ થયો છે તે ધ્યાનમાં રહે. થોડીક પ્રેરક વાતે રજુ કરી હવે સર્વ મંગલ માંગલ્ય કરીએ.
યુગપ્રધાન નવયુગને ભરે છે કે થોડા સમયમાં એક પ્રબળ યુગપ્રધાન પુરુષ જૈન મહામંદિરમાં પ્રકટ થશે. એ નવીન કાળના વિજ્ઞાન અને સંસ્કારથી પરિપૂર્ણ હશે. એની પૃથક્કરણ શક્તિ વિચારસરણી અને તર્કશક્તિ અભુત થશે. એનું વકતૃત્વ છટાદાર અને પ્રેરક થશે. એ મહા દીર્ધદષ્ટિવાળે, અત્યંત ત્યાગી, વ્યવહાર નિશ્ચય સમન્વય કરનાર અને આખા શાસનની ધુરાને વહન કરવા સમર્થ નરવૃષભ સાધુવૃષભ પુરુષ થશે. એ ધર્મનાં રહસ્યને ઉકેલશે. એ દેશ કાળને સમજશે. એ આખી નવી સમાચારી રચશે. એ અત્યારના મહાન સાધુઓને માનભરી ગૌરવવાણીથી અને પિતાના તેજપ્રભા અને આત્મબળથી સર્વને બેસાડી દેશે. એ જ્યારે શાસ્ત્રના ઉંડા આશયને ઉકેલશે ત્યારે જનતા એને નમશે, સાધુઓ એને મહાન પદ આપશે અને એ જૈન સમાજના સર્વ સડાઓ એ દૂર કરશે. એ સાધુઓના મતભેદ ટાળશે, ગચ્છાભેદોને એ ઉપાડી મૂકશે અને સમસ્ત જૈનને એક પરમાત્માના સેવક તરીકે એક સાથે કરશે. એ પૂર્વ અને પશ્ચિમને સંગ સાધશે. એ મૂળ બાબતને બરાબર પકડી રાખશે. એ જ્ઞાન અને ક્રિયાને મહત્વ સરખું આપશે પણ જ્ઞાનને ઉચ્ચ સ્થાને મૂકશે અને સર્વની ઉપર ચારિત્રને એ સુવર્ણકળશ સ્થાને મૂકશે. અત્યારે કે બીજા તરફ જુએ છે, બીજાની ટીકા કરવા તૈયાર થઈ જાય છે તેને બદલે એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com