Book Title: Navyugno Jain
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jyoti Karyalay

View full book text
Previous | Next

Page 385
________________ ', ' , ' ' . ' , ૩૬૦ નવયુગને જૈન છતાં મધ્યમ માર્ગે રહી શકશે. પરિણિત સ્ત્રીઓ પણ સેવિકા થઈ શકશે. સમસ્ત મધ્યમકક્ષાનું ચારિત્ર જરાપણ શંકા વગરનું અને આદર્શમય થશે અને તે બાબત પર ખાસ ભાર મૂકવામાં આવશે. નવયુગનું આખું વલણ ક્રિયા કરતાં ચારિત્ર ઉપર વધારે રહેશે. મનુષ્યની કિંમત બાહ્ય દેખાવ કરતાં આંતરરાજ્ય પર થશે અને જરા પણ પિત્તળ જણાનારનું નવયુગમાં સ્થાન ઉતરી જશે અને ખાસ કરીને સેવક સેવિકા કે એવા સ્થાનને દરજજો ધરાવનારનું વર્તન ટીકાપાત્ર પણ ન જ રહેવું જોઈએ, શંકાવાળું પણ ન હોવું ઘટે એ બાબત પર ખાસ લક્ષ્ય આપવામાં આવશે. સમાજના સેવક હોવાને દાવો કરનાર કે દરજજો ધરાવનારને તળવાનું છેરણ પણ ઊંચું જ રહેશે. એ સામાન્ય કાટલાથી નહિ તળાય. પુસ્તકને હેતુ આખા સમાજને લાગુ પડે તેવા વિષયોનો પાર નથી. નાની વિગતેમાં ઉતરીએ તો વિષય મર્યાદા બહાર થઈ જાય. આ લેખને સંપૂર્ણ બનાવવાની અભિલાષા ઇષ્ટ ગણાય, પણ શક્ય નથી. અહીં નવયુગના વિચાર અને ક્રિયાના પ્રેરક મુદ્દાઓ બનતા સુધી સર્વોગે રજુ કરવાનો આશય હતો તે જે બની શક્યું હોય તે જે મુદ્દા આ લેખમાં ચર્ચા રહી ગયા છે એમ માલૂમ પડે તે ઉપરના ધોરણે ગોઠવવા. એ કાર્ય નવયુગની સંસ્થાઓએ કરવાનું છે. એક કેળવણીને વિપથ લઈએ અને બાળશિક્ષણ, મેન્ટીસોરી પદ્ધતિ, શિક્ષણ રચનાનાં ધોરણ, માધ્યમિક શિક્ષણ પારિભાષિક શિક્ષણ, ધાર્મિક શિક્ષણ ઉચ્ચશિક્ષણ, વિદ્યાર્થીગૃહ, શિક્ષક તૈયાર કરવાના પ્રબંધે, ગ્રામ શિક્ષણ સંસ્થાઓ આદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394