________________
-
નવયુગને જૈન અને જીવનકલહથી ત્રાસી ગયેલી દુનિયાને એ ધીરજ આપશે, આશ્વાસન આપશે અને ગૂંચવણના કેયડા ઉકેલી આપશે. નવયુગ સંખ્યા જેટલું જ મહત્વ ગુણસંદર્ભને આપશે એ પણ સાથે જ ધ્યાનમાં રહે.
મહાસભા અને રાષ્ટ્રભાવના અને મહાસભા એ સમસ્ત જૈન કેમનું મંત્રમંડળ અને પ્રેરક બળ બનશે. ત્યાં અનેક જાતના પ્રયત્ન કંતિ અને સુવ્યવસ્થિત થશે. ત્યાં જમાનાની ગૂંચવણોના નિકાલ થશે. જૈન બંધુભાવ ત્યાં જાગૃત દેખાશે, દાણાંતિક દેખાશે, વ્યવહારૂ આકારમાં દેખાશે. અનેક પ્રેરણાઓ અને સુધારાઓ એ સંસ્થા સક્રિય રૂપે સૂચવશે અને કરશે અને ખાસ કરીને રાષ્ટ્રભાવનાને વિરોધ ન આવે તે રીતે સમસ્ત જનતામાં બંધુભાવને ફેલાવશે, વિસ્તારશે અને જીવંત બનાવશે. નવયુગ રાષ્ટ્રભાવનામાં અગ્રેસર ભાગ લેશે તેનું કારણ પણ ખાસ લક્ષ્યમાં રાખવા જેવું છે. અહિંસાને રાજતારી વલણ આપનાર જે મહાન તત્વ રાષ્ટ્ર વિકસ્વર કર્યું છે તે મૌલિક હેઈ જૈનના ઘરનું છે. યુગ પછી રાજ્યકારણમાં અહિંસા ઉતરે એ વાત અભિનવ હોઈ જૈનહદયને મલકાવે તેવી છે. એના વધારે વર્ણનમાં અત્ર નહિ ઉતરતાં એક વાત ખાસ સ્પષ્ટ કરવાની જરૂર લાગે છે અને તે નવયુગના કેંદ્ર તથા સાધ્ય તરીકે રહેનાર હોઈ ખાસ નિદર્શનને પાત્ર છે અને તે એ છે કે રાષ્ટ્રના પદ્ધતિસરના આશયોને ધર્મ સાથે વિરોધ નથી, વિરોધ હોઈ શકે નહિ. આ સર્વ કારણે જેઓને ધર્મ ઉન્નતિમાં રસ હશે તે પણ રાજકારણમાં રાષ્ટ્રીય પક્ષે રહી દેશને મજબૂત કરશે. નવયુગ નવા રાષ્ટ્રવાદમાં તદ્દન અહિંસક રહી ખૂબ મહાલશે અને શાંત ધર્મ શું કરે છે તેના અનેક દાખલાઓ પૂરા પાડશે. આ સર્વ વિચારધારા મહાસભામાંથી સંપૂર્ણ ચર્ચાને પરિણામે રૂ૫ લેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com