________________
- -
- -
-
૪૪૮
નવયુગને જૈન
સાધને નવયુગને બહુ મોટા પ્રમાણમાં મળશે; પુસ્તકે, ચર્ચાઓ, ભાષણો અને વાતાવરણ એને અનુકૂળ થતું જશે, દેશમાં વ્યાપેલ નવીન જાગૃતિ અને સહાય કરશે, સેવાભાવના અને તેમાં મજબૂત રાખશે, રાષ્ટ્રીય ભાવના સાથે એ અનેક પ્રકારના ભોગ આપતાં શીખશે અને એ ભોગોના આંતરમાં એને વિચારણા અને જીવનક્રમ -સાથે અનેક અનુસંધાને પર તુલના કરવાની તકે મળશે. નવયુગ
આ સર્વનો ઉપયોગ સારી રીતે કરશે. અત્રે આ અતિ વિશાળ રસિક વિષયને આટોપી લઈએ.
નવયુગે એક વાત ખાસ લક્ષમાં રાખવાની છે અને તે તેના જ્ઞાનના પ્રકાશથી તે જાણી શકશે. જૈનને નીતિ માર્ગ (Ethics) બહુ દુર્ઘટ છે. એ જેટલો દુર્ઘટ છે તેટલે જ તે સંગત (logical) છે. એનું ચણતર અહિંસાના પાયા પર ચણાયેલું છે, એનું શરીર સંયમ પર બંધાયેલું છે અને એનો ઝોક ત૫- ત્યાગ પર છે. આ વાત આ નીતિમાર્ગ વિચારતી વખતે લક્ષ્યમાં રાખવાની છે. જ્યાં સેવાભાવ દિવસાનદિવસ વધવાને છે, જ્યાં સાદુ જીવન અને ઉચ્ચ વિચાર માત્ર આદર્શમાં ન રહેતાં વ્યવહારૂ થવાના છે, જ્યાં આખા જીવનને મુદ્દો અન્યની સગવડ અને સુખના વિચાર પર બંધાવાને છે તે નવયુગમાં આ વિષમ પણ આકર્ષક માર્ગ આદરણીય વ્યવહારૂ અને પ્રગતિશીલ બનવાને એમાં શંકા રાખવા જેવું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com