Book Title: Navyugno Jain
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jyoti Karyalay

View full book text
Previous | Next

Page 377
________________ પર નવયુગના જૈન સુસપ છેવટે એક એ અતિ મહત્ત્વની વાત કરી નાખવાની છે. જેનામાં અંદર અંદર સુસ પ-ઐક્ય તુરત કરવા પગલાં ભરવાની આવશ્યકતા છે. ઉપર જણાવ્યું છે તેમ ફીરકાઓમાં કે ગચ્છામાં તત્ત્વના તફાવત જરા પણ નથી, સર્વ પોતપાતાને માગે માક્ષ સાધે તેમાં વાંધા આવે તેમ નથી અને કાઈ હક્ક કે માલિકીના પ્રશ્ના ઊભા રહે તેમ હાય તે। તેના અંદર અંદરની સુલેહથી અથવા છેવટે લવાદીથી નિકાલ થઈ શકે તેવું છે. અત્યારના સમય જેના માટે અમૂલ્ય છે. આખી જનતા અહિંસા તરફ ઉતરતી જાય છે, દોરાતી જાય છે. અહિંસામાં દુનિયાની ગૂંચવણના નિકાલ છે. જૈન તત્ત્વામાં અસાધારણ ગૌરવ છે. એના એકેએક સિદ્ધાંતા ન્યાયની ક્રાટિ પર રચાયલા છે. એણે મગજમાં ન ઉતરે તેવું કાંઈ સ્થાપન કરેલું નથી. એની સસભંગી અને નયવાદ જગત સાંભળશે ત્યારે ત્યાં શિર ઝૂકાવશે. પણ એ સર્વ માટે અંદર અંદરના નિરક ઝધડા એક સપાટે બંધ કરવા જોઈએ. એ સંબંધમાં જેટલા બને તેટલા તાત્કાલિક પ્રયાસ કરવા જોઈ એ અને બંધુભાવને સાર્વત્રિક કરવા જોઇએ. આ અતિ મહત્ત્વનું કાય` નવયુગ પહેલી તકે કરશે. ફીરકાના મતભેદો અને ગચ્છના તફાવત ઉપર ઘડ વાળશે. સર્વને ક્રિયાઅનુષ્ઠાનમાં પોતાની માન્યતા પ્રમાણે વર્તવાની છૂટ રહેશે. નાના તફાવતા જે પૂરા એક ટકા જેટલા પણ નથી અને જે વળી તત્ત્વની મૂળ ખાબત સાથે સંબંધ ધરાવતા નથી તેના ઉપર ભાર મૂકવાને બદલે નવયુગ નવાણું ટકા મેળ ખાય છે તેવી બાબતને આગળ કરશે. આ સ બંધમાં સ્થાપિત હવાળા પ્રાચીનેા જરા ધમપછાડા કરશે, પણ એમની ભેદનીતિ નવયુગને પસંદ નહિ આવે. એ નીતિને નવયુગ આત્મધાતી ગણશે અને તેના ઉધાડા અસ્વીકાર કરશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394