________________
-
--
-
પ્રકરણ ૨૭ મું
૩૫૧
- - - - -
-
-
રાજદ્વારી બાબતમાં આગળ પડતે ભાગ લે, રાષ્ટ્રીય હીલચાલને પિતાની બનાવવી, સાહિત્યના વિકાસ ધોરણસર કરે અને સખ્ત હરીફાઈના આંતરરાષ્ટ્રીય યુગમાં આગળ નીકળવું એ કાર્ય ઘણું આકરું છે. આકરું છે પણ અશકય નથી. પણ એને કરનારા જોઈએ. એને માટે સેવાભાવી સેવકે ઊભા કરવા પડશે. એને ખાતર જ આજીવન સેવા કરનાર મધ્યમ કક્ષા ઉપર આધાર રાખ પડશે.
પણ સેવાભાવી માણસે તે જોઈશે જ. સાધુ નવયુગમાં થશે તે કાંઈ સર્વ કામને પહેચી વળશે નહિ. આખું જીવન સેવા માટે આપે તેવા સેવાભાવી અનેક માણસને ખપ પડશે. સાધુજીવનની મુસાફરી, પૈસા રાખવાને પ્રતિબંધ અને વખતસર જરૂર હોય ત્યાં પહોંચી જવાની પ્રતિકુળતા આદિ અનેક કારણોને લઈને સેવાભાવી મધ્યમકક્ષાને વર્ગ ઉભું કરવાની ખાસ આવશ્યક્તા છે. એ વર્ગ ઉપર જ નવયુગની અનેક યોજનાઓને આધાર રહેશે. છૂટાછવાયા કામ કરનારા તે વિવિધ ક્ષેત્રમાં અનેક નીકળશે, પણ ધર્મસેવકને ખાસ તૈયાર કરવા પડશે. અનેક કાર્યો છે, અનેક સાધને છે અને વિધવિધ જનાઓ છે. એ સર્વને માટે સેવાભાવી મહાશયે ઉભા કરવાની પહેલી તકે આવશ્યક્તા છે. જીવન સેવા કરનારને માનવેતન એના ભરણપોષણ પૂરતું જરૂર આપવું, એને નિશ્ચિંત કરવા અને એમનાં કાર્યમાં પ્રેરણા થાય તેવું વાતાવરણ ઊભું કરવું. આ નવયુગની મુખ્ય આવશ્યક્તા રહેશે.
એ જરૂરિયાત પૂરી પાડવા એ બંધારણ કરશે. જૈન સેવકે કે “સર્વન્ટસ ઑફ જૈન ઓર્ડર' નવયુગ તૈયાર કરશે અને તેને જુદી જુદી કાર્યદિશાએ મુકરર કરી ગોઠવી આપશે. નવયુગ માટે આ અતિ મહત્ત્વને વિષય રહેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com