________________
પ્રકરણ ૨૪ મું
નવયુગની નારી એને માટે જુદા ઉલેખની જરૂર ખરી? નવયુગના પુસ્તકમાં સ્ત્રીઓ સંબંધી જુદુ પ્રકરણ લખવાની ખાસ જરૂર ન હોય. કારણ કે સ્ત્રીઓના સમાન હક્કન જે યુગ સ્વીકાર કરે તેવા યુગમાં સ્ત્રીઓ સંબંધી જુદે ઉલ્લેખ થાય છે તે સ્ત્રીઓ જ સહન ન કરે. આ વાતમાં અતિશયોક્તિ નથી, સત્ય છે તે આ પ્રકરણ વાંચતાં સહજ જણાઈ આવશે.
સ્ત્રીઓમાં આવડત વિચારશક્તિ અને કાર્યને અમલ કરવાની કેટલી શક્તિ છે તે બતાવવાની તક મહાવિગ્રહે સ્ત્રીઓને યુરોપમાં આપી તે તેમાં સ્વાતંત્ર્ય હિમત જુસ્સે અને સહનશક્તિ કેટલી છે તે સિદ્ધ કરવાની તક હિંદના રાષ્ટ્રીય યુદ્ધ તેમને આપી. એવા એવા દાખલાઓ બન્યા છે કે એક એક કિસ્સો વાંચી રેમ વિકરવર થાય. ન કલ્પેલું બન્યું છે અને ઉઘાડી આંખે તે જોયું અથવા વાચ્યું છે. એ દાખલાનું પુનરાવર્તન કરવાની જરૂર નથી, પણ એનું નિદર્શન એટલા માટે કર્યું છે કે એનાથી એમ બતાવાય કે સ્ત્રીશક્તિ હવે ખરેખર જાગી ઉઠી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com