________________
પ્રકરણ ૨૬ મું
નૈતિક
નૈતિક બાબત એ રીતે વિચારી શકાય: એક સમસ્ત પ્રજાની નજરે અને બીજી વ્યક્તિગત નજરે.
પ્રત્યેક વ્યક્તિનું નીતિ સંબંધી ધારણ કેવું રહેશે તે ધોરણસર કહી શકાય તેવી બાબત નથી. સામાન્ય રીતે જનતાનું નવયુગમાં નીતિ સંબંધી ધારણ કેવું રહેશે તે વિચારવું શક્ય છે.
નૈતિક પ્રવને વિચારતાં તેને પાર આવે તેમ નથી. બહુ મુદ્દાનાં દૃષ્ટિબિંદુઓ વિચારવાં શક્ય છે.
વ્યવહારની નજરે જોઈએ તે પ્રથમ નજરે આ વિષયોમાં બે બાબત પર ખાસ ધ્યાન ખેંચાય. પ્રમાણિકપણું અને સત્ય.
પ્રમાણિકપણું નવયુગનું આ બન્ને બાબતે તરફ ખાસ સારું ધ્યાન ખેંચાયેલું રહેશે. એ બની શકે તેટલો પ્રમાણિક વ્યવહાર કરશે અને વ્યાપારમાં લેવડદેવડમાં લેણદેણુમાં હિસાબની સમજાવટમાં પ્રમાણિકપણું અને સત્યને સ્થાન બહુ સારી રીતે આપશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com