________________
નવયુગને જૈન
સત્ય સત્યને માટે પણ એ જ રીતે સમજવું. માણસ થેડા લાભ ખાતર પિતાની જાતને અસત્યથી છેતરે અને તે રીતે બીજાને છેતરવા પ્રયત્ન કરે એ ભયંકર વાત છે એમ નવયુગને લાગશે. એ પિતાને શિક્ષણથી એ ધોરણ સ્વીકારશે નહિ. જે લાંબી નજરે જોતાં શીખે છે અને વ્યાપાર વધારવાના સીધા રસ્તાને અભ્યાસ કરી જાણે છે તે જુએ છે કે અપ્રમાણિકપણે કે અસત્ય માર્ગે અંતે જય ન જ થાય. “સત્યમેવ જયતે” આ મુદ્રાલેખ વિચારશીલ માણસોને થશે.
આ તે વ્યાપારને અંગે અને આર્થિક દૃષ્ટિએ પ્રમાણિકતા અને સત્યની વાત થઈપણ એ ઉપરાંત સામાન્ય વ્યવહારમાં મનુષ્ય વધારે પ્રમાણિક અને સત્યશીલ બનશે. એકંદરે નૈતિક ધરણ ચડતું જશે. કેરિટમાં જૂડી સાક્ષી આપવાની બાબતમાં સત્યનો આશ્રય કરવાનું રણ નવયુગ સ્વીકારશે. એવી જ રીતે સાધારણ વાતચીતમાં, ભૂમિ સંબંધી મફેરેમાં અને લેવડદેવડમાં એ બન્ને બાબતમાં ઘેરણ ઊચું થતું જશે.
નવયુગ નૈતિક સર્વે બાબતેમાં પ્રગતિ જ કરશે એમ કહેવું મુશ્કેલ છે, પણ એનું ધોરણ ઉચ્ચ રહેશે એમ કહી શકાય તેમ છે. શિક્ષણ અને કેળવણીને પરિણામે લેકેમાં દીર્ઘ નજર, તર્ક કરવાની શક્તિ અને પૃથક્કરણ કરવાની આવડત આવે છે અને અભ્યાસને પરિણામે તે પ્રમાણિક માણસો જ ફાવે છે એ વાત જનતા પાસે મૂકવામાં આવે તે તે સહજ સમજી જશે. નવયુગમાં આ દુનિયા સ્વર્ગ તે નહિ થઈ જાય પણ એકંદરે પ્રગતિ જરૂર કરશે એમ માનવાનાં ઘણાં કારણે રહે છે.
પ્રમાણિકપણું વધશે કે નહિ એ વાત બાજુ ઉપર રાખતાં એકંદરે લેકેને “કાળું' અસત્ય બોલતાં અચકે આવશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com