________________
-
--
-
-
-
૩૪૪
નવયુગને જૈન
પ્રકારનાં સાધનોથી સંપન્ન કરવા, અતિથિનું યોગ્ય આતિથ્ય કરવું, પિતાની સંપત્તિ હોય તેથી વધારે દેખાડવાને મેહ રાખવો નહિ, પિતાની આવડતને ગર્વ કરવો નહિ, કાઈ ઉપર ગુસ્સે થવું નહિ, હમેશાં અસંતુષ્ટ થઈ કકળાટ કર્યા કરે નહિ, કોઈની અદેખાઈ કરવી નહિ, જાહેર કાર્યોમાં પિતાની જાતને હમેશા ખુલ્લી રાખવી, દલીલે સમજાય તે દુરાગ્રહ કરે નહિ, આળસુ થવું નહિ, પારકી આવક ઉપર નિર્વાહ કરવાની દાનત રાખવી નહિ, ચોરી કરવી નહિ, પાપકાર્ય કરવાનો વિચાર કે સંકલ્પ પણ કરે નહિ, સાધુ મહાત્માનું યોગ્ય સન્માન કરવું, વિદ્વાનની બૂઝ કરવી, દુઃખી નિરાધાર ઉપર દયા કરવી, પોતાના ઉપર અપકાર કરનાર ઉપર ઉપકાર કરવો વગેરે અનેક સદ્દગુણોની વિશેષ પ્રતિષ્ઠા નવયુગમાં થશે. લોકોને વિચાર કરતાં આવડશે એટલે સાચા બટાને વિવેક વધશે અને જે કે સર્વ લોકો સદ્ગુણી થઈ જશે એમ તે બનવાનું નથી, પણ એ સગુણ પ્રાપ્તિનું ધેરણ ઉચ્ચ ઉચ્ચતર થતું જશે.
ધર્મ અને નીતિ આમાંના કેટલાક ગુણે ધાર્મિક નિયામાં પણ આવે છે. કેટલાક ને અંગે શરૂઆતમાં માનુસારીના પાંત્રીસ ગુણની વિચારણામાં વિચારી પણ ગયા છીએ. અહીં એક વાત ખાસ જણાવી દેવી પ્રસ્તુત છે: નીતિ અને ધર્મ એ સહભાવી છે, બનેને વિરોધ નથી, એટલું જ નહિ પણ નીતિની પરાકાષ્ઠા ધર્મમાં જ આવે છે. બીજ દષ્ટિબિંદુથી જોઈએ તે જૈનદર્શનમાં તત્ત્વજ્ઞાન અને નીતિ એ પરસ્પર એવી રીતે વણાઈ ગયેલા છે કે ધર્મ અને નીતિને છૂટા પાડવા એ અશક્ય વાત છે. નીતિના સૂત્રોને આત્મદષ્ટિએ, વિવેકબુદ્ધિએ, ત્યાગની નજરે અથવા સ્વીકારની નજરે અનુસરવામાં આવે છે ત્યારે તે મનુષ્યના ધાર્મિક જીવનને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com