________________
પ્રકરણ ૨૩ મું
૩૧૫ w૨૫૦૦૦૦૦૦૦૦૦૦૦
કરાવવા માટે ન્યાયાસન સન્મુખ ફરિયાદ લાવવાની જરૂર નહિ રહે.
રાજકીય વિષયનું સાહિત્ય ઘણું વિશાળ છે. આંકડાઓને પાર નથી, રાજનીતિની સ્પષ્ટતા અને કુટિલતા સમજવા યોગ્ય છે અને જે જાહેર પ્રશ્ન પર વિચારણું અને અમલના કાર્યમાં ઉતરે તેને આખે વખત તેના અભ્યાસ અને ચર્ચા પાછળ કાઢવો પડે એવી અત્યારે આપણે દેશની સ્થિતિ છે. રાષ્ટ્રને અંતિમ મુદ્દો (સ્વાતંત્ર્ય) સ્પષ્ટ થઈ ગયું છે, પણ ત્યાં પહોંચવાના માર્ગો ઘણા વિષમ છે, સ્થાપિત હક્કો બહુ આડે આવે તેમ છે અને આજીવન સેવાભાવી મનુષ્ય વગર પરાધીનતાની બેડી જાય તેમ નથી. ઊંડા ઉતર્યા વગરના ધર્મના ભેદે આંતરે વધારતા જાય છે, જીવનકલહ વધતું જાય છે અને કાર્યનું ક્ષેત્ર ઘણું વિશાળ દીર્ઘ અને દીર્ધ સેવા માગે તેટલું મોટું છે અને વધારે મેટું થતું જાય છે. આ સર્વને પહોંચી વળે અને રાજકીય સેવા દ્વારા અહિંસાનો પ્રચાર કરે, સત્યને ઉપદેશ કરે, પિતાના દષ્ટાંતથી સમસ્ત વિચારક દુનિયા પર છાપ પાડે અને વસ્તુના ઉપર ઉપરના ખ્યાલથી લેવાઈ ન જતાં મૂળ સુધી ઉતરી જાય અને નિદાન મુદ્દામ સમજી ચિકિત્સા કરે તે જ અત્યારે મહા કષ્ટસાધ્ય કોટિમાં પડેલી આર્યમૈયાને પુષ્ટ કરી શકાય તેમ છે. પાછળના અનુભવને અભ્યાસ કરી, પિતાની જાતને વિસરી જવાની રીત શીખી, સમાજને પિતામય કરી દેનાર અથવા પોતાની અને સમાજની વચ્ચે એકતા સાધનાર, આવા વિશાળ હૃદયના આર્ય સંતાને નવયુગ ઉત્પન્ન કરશે. એ પાર્થિવમાં સર્વસ્વ માનનાર પાશ્ચાત્ય પ્રજાને ઉન્નતિના, અહિસાના, એકતાના પાઠ શીખવશે, એ પાશ્ચાત્ય પ્રજાની વ્યવસ્થા અને શિસ્ત આ દેશમાં દાખલ કરશે અને ધર્મના મજબૂત પાયા ઉપર ચણતર કરી અખ્ખલિત પ્રગતિ કરી ભારતમયાને ચીરસ્થાયી
બનાવશે. એમાં શ્રી મહાવીરની અહિંસા, શ્રી બુદ્ધને ત્યાગ, શંકરાShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com