________________
પ્રકરણ ૨૪મું
૩૨૫
ગૃહજીવન નવયુગની સ્ત્રી ઘણી સુવડ થશે, ખૂબ સ્વચ્છ થશે. તે દરરોજ સ્નાન કરશે. દરરોજ બાલ સાફ કરશે. એના કપડાંમાં રાષ્ટ્રીય ભાવના અને સાદાઈ આવી જશે. મધ્યયુગમાં ચાર રૂપીઆના કપડાં પર પચાસ રૂપીઆના તીનમીનીઆ અને દેરીઓ લટકતી એ સર્વ ખલાસ થઈ જશે. એને બદલે અતિ અલ્પવ્યયી તદન સાદે પણ આકર્ષક સ્વદેશી પિોષાક સ્થાન લેશે.
સ્ત્રીઓમાં રસોઈ તૈયાર કરવાની કરાવવાની ખાસ આવડત આવશે. વાનીઓના પ્રકાર અને વિવિધતા ખૂબ વધશે. દેશ પરદેશની ચીજો નવીન નવીન રીતે તૈયાર થશે અને વસ્તુઓ ધોરણસર તૈયાર કરવાનું જ્ઞાન એક કેળવણીના પ્રકાર તરીકે ફેલાવવામાં આવશે. વિવિધતા તથા અલ્પ વ્યય, વિશાળતા સાથે કરકસર, નૂતનતા સાથે સંયમ, આવા અકલ્પનીય દ્રો નવયુગની સ્ત્રીઓ સાધશે. અને તેમ કરવામાં તેની નૂતન શિક્ષણ પદ્ધતિ તેને ખૂબ મદદ કરશે.
“ઘર એ ઘર નથી પણ ગૃહિણી એ ઘર છે' એ પ્રાચીન કાળનું સૂત્ર જે વચગાળના વખતમાં ભૂલાઈ ગયું હતું તેને એ જીવતું કરશે. સ્ત્રીઓ માત્ર ગૃહકાર્ય જ કરશે એવું તે નહિ રહી શકે, પણ ઘરને આકર્ષક સ્વચ્છ વ્યવસ્થિત બનાવશે. કેળવણીનું જે અનિવાર્ય પરિણામ આવવું કલ્પી શકાય તે ગૃહમાં દેખાશે. ઓછા ખરચે ગૃહઉપસ્કર વ્યવસ્થિત દેખાશે, ચીજોની ગોઠવણમાં સુઘડતા દેખાશે, સાદાઈની અંદર કળા દેખાશે, આરોગ્યની વ્યવસ્થામાં વિવેક દેખાશે.
પારણામાં બાળકોને યોગ્ય શિક્ષણ મળશે બાળઉછેરની કળા નવા ધોરણ પર થશે. ઘરમાં બાળકે “રેયા પીટયા” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com