________________
૩૩૦.
નવયુગને જૈન
પર ભાંગતડ થશે જ, પણુ રચના ભાંગતોડ વગર શક્ય નથી અને સેંકડે વર્ષના ગુલામગીરીના પટ્ટા તૂટવા સહેલા નથી, પણ બહુ થોડા વખતમાં જનતા નવીન રંગ દાખવશે, સેવાનાં સત્ર મંડાશે અને આર્યમહિલા એના અસલ સ્વરૂપે દીપશે.
નવયુગમાં પુરુષ એક સ્ત્રીની હયાતીમાં બીજીને પરણે તે ફોજદારી ગુનો ગણાશે. સ્ત્રીઓને મારવાનો સંકલ્પ પણ પુરુષથી થઈ નહિ શકે અને તેની જરૂર પણ નહિ પડે. બાળકે સંસ્કારી થતા જશે અને એકંદરે ગૃહજીવનના ટકા ઉત્તરોત્તર સુખસાધ્યસામિપ્ય અને સેવામાવલંબનમાં વધતા જ જશે.
આ રીતે સ્ત્રી સંબંધી પરચુરણ વિચાર રજુ કર્યા. એ વિષય છૂટોછવાયો આખા લેખમાં આવ્યા છે તે પર ધ્યાન ખેંચી આગળ વધીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com