________________
પ્રકરણ ૨૫ સુ
સ’બંધમાં પ્રાચીનાએ બહુ ખેદરકારી બતાવી છે. વ્યવહારનજરે આ ભવમાં ક્રુતે મેળવવા માટે મજબૂત શરીરની જરૂર છે, પરમાર્થ નજરે સંયમ તપ અને અહિંસા સાધવા માટે મજબૂત શરીરની જરૂર છે. મજબૂત શરીરવાળા બ્રહ્મચર્ય સાધી શકે છે, મજબૂત શરીરવાળા વખતખેવખત ઇંદ્રિયાધીન થઈ જતા નથી, મજબૂત શરીરવાળા સાહસિકવૃત્તિ કેળવી શકે છે, ધન સંપાદન કરી શકે છે, યમ નિયમાદિ યોગા સાધી શકે છે. એને સુધારવાનાં પગલાં
અત્ર શારીરિક પરિસ્થિતિના અભ્યાસ કરી નવયુગ એને અંગે કેવાં પગલાં ભરશે એ હકીકત સંક્ષેપમાં જણાવી દઈએ. નવયુગ અખાડાને બહુ ઉપયોગી ગણશે, દશ ધરની વસ્તી હાય તેવા નાના ગામડામાં પણ એ અખાડા કાઢશે. તેમાં તાલીમ લઈ શરીરને સુધટ્ટ રાખવાની પેાતાની ફરજ ગણશે. એ ઠામ ઠામ લાઠીના પ્રયોગા, કવાયતા, કસરતને ખાસ અગત્ય આપશે. એના મેળાવડા કરશે. એના ઉપર અનેક રીતે ખાસ ધ્યાન આપશે અને જે જે પ્રયાગ દ્વારા શરીરબળ પ્રાપ્ત થાય તે પર ચીવટ રાખશે.
૩૩૩
અખાડાઓ લગભગ વગર ખર્ચે ચલાવી શકાય છે. સેવાભાવી સુશીક્ષિત નાના ગામેમાં પણ અખાડા કરી શકે છે. ત્યાં દરરોજ એક કલાકના સમય થાડા માસ આપે । સ્વબચાવ કરી શકે એવા માણસેાની ટુકડી તૈયાર કરી શકે છે અને એવી રીતે તૈયાર થયેલા પૈકી એનુ` કામ ઉપાડી લેનાર પણ નીકળી આવે છે.
પ્રત્યેક વ્યક્તિ પોતાના બચાવ કરી શકે એટલી તાલીમ પામશે અને તે માટેની વ્યવસ્થા નવયુગ નાનાં મોટાં ગામ, શહેર અને નગરમાં જરૂર કરશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com