________________
પ્રકરણ ૨૫ મું
૩૩૫
મુઠ્ઠી પાછી ફરે નહિ એ નિશ્ચય વરને જ હોય! એણે એ જ સ્થાન પર ઘેર તપસ્યા કરી કૈવલ્ય પ્રાપ્ત કર્યું. “જે કમે શરા તે ધમ્મ શ” એ વાત એમના આખા ચરિત્રમાં જોવાય છે. એ અસાધારણ તાકાત ધરાવનાર સંસારમાં રહે તે ધણીપતું કરે અને સંસાર બહાર જાય તે કર્મો સાથે લડી નિરાબાધ સુખ મેળવે.
જૈન ધર્મ કાચાપોચા માટે નથી, માયકાંગલા માટે નથી, બેઠા બેઠા ખાવાવાળા માટે નથી; એ વીરનો ધર્મ છે, બહાદુરને ધર્મ છે, શૂરવીરને ધર્મ છે. રમતાં રમતાં સર્પ આવે તે ફેંકી દે અને સાત તાડનું રૂ૫ કરે તે એના વાંસામાં એક હાથ મારે ત્યાં દેવતા પણ નાસી છૂટે. જેના વસ્તુપાળ તેજપાળે લડાઈમાં લડ્યા, જેના ચક્રવર્તીઓએ છ ખંડ પૃથ્વી સાધી, જેના કુમારપાળ જેવા રાજાએ બાર બાર વર્ષ સુધી એક નગરીને ઘેરા ઘાલ્યા–એને માટે આ ધર્મ છે. બાવીશ પરિષહ વાંચીને ડરી જાય તે આગળ કેમ વધે? એને તે જંગ જમાવવાને છે, એને નિર્ભય થઈ વધવું છે, એને દુનિયાને અભય આપવું છે, લેવું નથી.
એટલે શારીરિક સંપત્તિ વધારવાની જરૂર નવયુગને તુરત લાગશે. એ અનેક યોજનાઓ તે માટે કરશે. સાધનોની વ્યાખ્યા આપવાની જરૂર નથી. પરિણામે શારીરિક સ્થિતિ ખૂબ મજબૂત થાય તેવા પ્રયોગોનો અમલ એક ખાસ મહત્વની બાબત તરીકે કરી નવયુગ પ્રત્યેકને કસરતાજ તાલીમદાર અને પિતાને અને પિતાનાઓનો બચાવ કરી શકે એવા સશક્ત બનાવશે.
શારીરિક તાલીમના લાભ આવા ખડતલ માણસે સ્વયંસેવકે થશે. એ અનેક પ્રસંગે સેવાભાવ સાધશે. સમાજના કાર્યોમાં ઊભા રહેશે. જનતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com