________________
૩ર૬
નવયુગને જૈન
સાંભળવાને બદલે “ભાઈ, બાબુ’ એવા શબ્દો સાંભળશે અને હાલરડામાં જ્ઞાન મેળવતાં થઈ જશે. ભણેલી માતાઓના બાળકે માં જે ભાત પડતી પરિવર્તન કાળમાં દેખાય છે તેના કરતાં પણ વધારે વધારે પ્રગતિ થતી જશે.
રસોઈમાં વિવિધતા આવશે, બેલાચાલીમાં સભ્યતા આવશે, ઘરે જતાં કંટાળે નહિ આવે, પણ જવાનું મન થાય તેવું ત્યાં સુંદર વાતાવરણ જામશે, ક્લેશકકાસ ઘણા ઓછા થઈ જશે પણ વ્યક્તિવાદ ઘણો વધી જશે. નવયુગની નારીઓ પરાધીનતામાં બહુ નહિ માને. એને અંગત ઘર જોશે અને એ જે કરી શકે તેવું હશે તે જ પરણવાને વિચાર કરશે. સંયુક્તકુટુંબને આ ખ્યાલ તદન તૂટી જશે અને વ્યક્તિ સ્વાતંત્ર્ય ઘણું વધી જશે.
બાકી કેઈએમ ધારે કે નવયુગમાં આ મૃત્યુલેક સ્વર્ગ થઈ જશે તે તેવું તે કાંઈ થવાનું નથી, પણ અત્યારે સેએ પંચાણું ટકા કજોડાં છે, લાકડે માંકડાં વળગાડી દીધેલાં છે અને કલેશકકાસ અને ત્રાસના વાતાવરણને મેટો ભાગ જોવામાં આવે છે તેને બદલે ઘર આરામની વસ્તુ થશે.
અત્યારે આદર્શ દાંપત્યના દાખલા રડ્યાખડ્યા મળી આવે છે તેને બદલે નવયુગમાં તેના ટકા ઘણા વધી જશે. મધ્યમ વ્યવહારુ જંદગી કાઢનારા પણ સારી સંખ્યામાં મળશે, પણ સાથે કુંવારા રહેવાને શેખ અને વર્ગમાં વધતા જશે. નવયુગના ઘણા રિવાજે હેતુસર બંધાતા જશે. પૂર્વકાળની સામે સખ બળવો થશે અને સુકા સાથે કેટલુંક લીલું પણ બળી જશે. મહાન ફેરફાર થાય ત્યારે અમુક ભાંગતડ અનિવાર્ય છે તે ધરણે સમાજનું આખું બંધારણ નવરચના પામતાં કેટલીક વાતે ગમે કે ન ગમે પણ ફરી જ જશે અને તેનાં કારણોમાં સ્ત્રી જાતિ તરફ બતાવેલી ઉપેક્ષા અને ઘણું
અગત્યની દલીલો થઈ પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com