________________
પ્રકરણ ૨૪મું
૩ર૭.
સ્ત્રી જાતિનું નીતિનું ઘેરણ ઉન્નત થશે. લાજધુમટા નીકળી જતાં ગૂઢ તત્વ દૂર થઈ જશે અને તેથી થતાં પ્રછન્ન
સ્મલને ઓછાં થઈ જશે. સ્ત્રીઓ પુરુષની સમાન કક્ષાએ ઊભી રહે ત્યાં પછી સ્કૂલના ઓછી થવાને જ સંભવ રહે. આ માનસશાસ્ત્રને ઊંડે સિદ્ધાંત છે. ઘુમટામાં કે પડદા પાછળ રહેલ કેણ હશે, કેવું હશે તે જાણવાની જિજ્ઞાસા થાય છે અને જિજ્ઞાસા કલ્પના દ્વારા વિકાર લાવે છે, પણ ઉઘાડી રીતે ચાલુ રીતે જનાર આવનાર કોણ છે તે જાણવાની કે જોવાની કોઈને દરકાર પણ રહેતી નથી. એકંદરે નીતિનું ધોરણ વધારે સારું રહેશે.
બ્રહ્મચર્યને અંગે વિચારમાં આર્થિક કારણે મેટે ફેરફાર થશે. સંતતિનિયમનના વિચાર વધારે ફેલાશે. સ્ત્રીઓને પ્રજોત્પત્તિ કરવાનો સંચો માનવાના દિવસે ચાલ્યા જશે અને સ્ત્રીની વૃત્તિ વધારે અંકુશવાળી હોઈ તેને સ્થાન મળશે, તેના વિચારને આદર મળશે અને તેને પ્રચાર વધતું જશે.
એકંદરે સ્ત્રીઓનું માનસિક વાતાવરણ ફરી જતાં તેમની સાથે કામ લેવાની પદ્ધતિમાં મોટો ફેરફાર થઈ જશે અને તે એટલે મોટો થઈ જશે કે નવયુગના મંડાણ થયા પછી વીશેક વર્ષ પછી આખા સમાજની જે પરિસ્થિતિ થશે તે આજે કોઈ માને નહિ તેવી થઈ જશે. ગૃહજીવન કેવું થશે તે આ ધરણે વિચારવું.
પ્રકીર્ણ સ્ત્રીઓના સંબંધી છૂટક છૂટક ઘણું ચર્ચાઈ ગયું છે. કેટલીક અગત્યની બાબતમાં મુકતેચીની કરી આ વિધ્યને બંધ કરીએ.
અત્યારે જેમાં લાજ મર્યાદા સ્ત્રીઓમાં મનાય છે તે પડદે કે લાજ નવયુગમાં નામનિશાન માત્ર પણ નહિ રહે. નવયુગની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com