________________
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
- - -
-
--
પ્રકરણ ૨૩ મું
૩૧૩
-
રાજકીય અને સામાજિક કાર્ય સેવાભાવે કરનાર તરફ નવયુગ માન અને પ્રેમની નજરે જોશે. જેને કોઈ કામધંધો ન હોય અથવા જેને કઈ સંઘરતું ન હેય તેવા માણસે જાહેર સેવામાં જોડાશે નહિ અને જે હૃદયશુદ્ધિથી જોડાશે તેના તરફ આવા પ્રકારને આક્ષેપ કરવાનું કારણ પણ બનશે નહિ. આવા સેવાભાવી સમાજસેવકે નેતાનું સ્થાન પ્રાપ્ત કરશે છતાં તેઓ પિતાને સમાજના સેવકો જ ગણશે. તેમને શેઠાઈ કરવાની કે મડકમદારી કરવાની ઈચ્છા પણ નહિ થાય અને તેમનું વર્તન ઉઘાડું નિર્દભ સરળ અને સેવાભાવી રહેવાથી લેકે એવા નેતાએને અથવા સેવકોને યોગ્ય માન સત્કાર જરૂર આપશે.
નવયુગને રાજકીય ક્ષેત્ર ખીલવવાના પ્રસંગે પણ ખૂબ મળશે. આખા રાષ્ટ્રમાં જે મહા પરિવર્તન ચાલી રહ્યું છે તેની અસર સર્વત્ર જણાશે. આર્થિક સ્થિતિ સુધારવા, સ્થિર રાખવા અને દેશપરદેશ સાથે સંવ્યવહાર કરવા જે અનેક પ્રશ્ન ઊભા થશે તેને સમજી આવેશમાં આવ્યા વગર લાંબી નજરે નિર્ણય કરનાર વિશિષ્ટ અભ્યાસકોની ખાસ જરૂર પડશે અને તેથી એ વર્ગ ઉત્પન્ન કરવા નવયુગ ઉઘુક્ત થશે.
રાષ્ટ્ર ભાવના રાષ્ટ્રભાવનાને જાગ્રત કરવી એ સામાજિક તથા રાજકીય બને પરિસ્થિતિને વિભાગ ગણાશે અને તે એવી રીતે ઝળકાવવામાં આવશે કે જેથી પાડોશી રાષ્ટ્રના ભોગે લાભ લેવા વૃત્તિ નહિ થાય પણ આર્થિક પ્રશ્નની ચર્ચામાં આંકડા વિગતે અને મૂળ મુદ્દાઓને સમજી દેશનું હિત સાધવાની નજરે એ પ્રશ્નની ચર્ચા કરવામાં આવશે. રાષ્ટ્રભાવના ખીલવવામાં સ્વાર્થની દૃષ્ટિ નહિ રહે પણ સમાજસ્વાસ્થની જ ભાવના રહેશે. અને અન્ય રાષ્ટ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com