________________
३२२
નવયુગને જૈન
સ્ત્રીઓનાં ભાષણમાં રસ વધારે આવશે. તેમની સ્વાભાવિક કમળતા અને નૈસર્ગિક પારખશક્તિ તેમને વધારે આકર્ષક બનાવશે. તે કોઈ પણ સંસ્થાની વ્યવસ્થામાં પુરુષવર્ગ પર આધાર નહિ રાખે. એ સ્ત્રીઉપયોગી અનેક નવીન સંસ્થાઓ ખેલશે. ત્યાં અનેક સ્ત્રીઉપયોગી કાર્યો ગોઠવશે, તેની યોજના કરશે અને તેને અમલ કરશે. - સ્ત્રીઓની સંસ્થા તદ્દન નવીન રૂપ લેશે. એની પદ્ધતિમાં મૌલિક્તા જણાઈ આવશે. એ વ્યવસ્થા કરવામાં બરાબર પારંગત નીવડશે. એ પુરુષોના અનુભવને લાભ લેશે, પણ તે તેની પરવાનગી અને ઈચ્છા ઉપર આધાર રાખશે. પુરુષોએ એને સ્વાતંત્ર્ય આપવામાં કાંઈ મહેરબાની કરી એ સ્વીકાર સ્ત્રીઓ નહિ કરે.
સ્ત્રી સેવાના પ્રકાર સમાજસેવાની નજરે જોઈએ તો કેટલાંક ક્ષેત્રે સ્ત્રીઓ સુવાંગ હસ્તગત કરી લેશે. માંદાની માવજત, આરોગ્યગ્રહોની વ્યવસ્થા, પ્રકૃતિને લગતી સંસ્થાઓ વગેરે સ્ત્રીઓ હરતક જ રહેશે. એ ઉપરાંત સ્વયંસેવિકા તરીકે રાષ્ટ્રહિતના કામમાં સ્ત્રીઓ ભોગ આપીને આગળ પડતે ભાગ લેશે. એ મ્યુનિસિપાલિટીઓમાં મોટી સંખ્યામાં આવશે. એ પ્રાંતિક અને મધ્યવતી ધારામંડળમાં પૂરતો લાભ લેશે. એ મતદારમંડળ સ્થાપશે. એ મતદારને વર્ગ વધારશે. એ જાતિભેદને વિસરાવશે. અને બહુ જુજ વખતમાં પુરુષો જેટલી જ સંખ્યામાં પિતાના મતના બળથી અને કામ કરવાની સીફતથી આવી પહોંચશે. એ સ્થાનિક સ્વરાજ્યમાં કે પ્રાંતિકમાં કે મધ્યસ્થમંડળમાં મહેરબાનીથી સ્ત્રીઓ માટે જુદી જગ્યા રાખવાની વાત પસંદ નહિ કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com