________________
પ્રકરણ ૧૭ મું
પરિષદ સમસ્ત સંધ–આખા હિંદના સંઘ ઉપર એક પરિષદીય બંધારણ થશે, જેના હાથ નીચે પ્રાંતિક સંગઠને કાર્ય કરશે. આ પરિષદ તે અત્યારની કોનફરન્સનું રૂપક લેશે અને સમસ્ત જૈન કેમનું પ્રતિનિધિ બનશે. દિગંબર, સ્થાનકવાસી, શ્વેતાંબર કેન્ફરન્સની આવશ્યકતા નહિ રહેવાથી તે સર્વ બંધારણનું એકતાના રૂપમાં પરિવર્તન થઈ જશે.
આ પરિષદ તે વર્ષમાં ત્રણ ચાર દિવસ મળનાર મેળાવડે જ માત્ર નહિ રહે, પણ તે આખા વર્ષમાં કામ કરનાર જીવતું સક્રિય રૂપ લેનાર મંડળ થશે. એના અધિવેશન વખતે સ્થાનિક સંઘે જૈન વસ્તીના પ્રમાણમાં ઠરાવવામાં આવશે તે સંખ્યામાં પ્રતિનિધિ મોકલશે. એ અધિવેશન વખતે અતિ અલ્પ સંખ્યાવાળું એક કાર્યવાહક મંડળ નીમવામાં આવશે જે વર્ષ દરમિયાન વ્યવહાર અમલી કાર્ય કરશે અને અધિવેશનના ઠરાના અમલ કરાવશે. એને પ્રસંગ પ્રાપ્ત થતાં મહાસભા-પરિષદના મૂળ સ્વરૂપને અનુરૂ૫ ઠરાવ કરવાની સત્તા રહેશે. તાત્કાલિક સલાહ લેવા માટે સમસ્ત ભારતીય પરિષદ સમિતિ પણ નીમવામાં આવશે (અધિવેશન વખતે) અને તે ખાસ આવશ્યક પ્રસંગમાં કાર્યવાહક સમિતિને સલાહ આપશે. કાર્યવાહક સમિતિ તથા અખિલ ભારતીય સમિતિના સભ્યોની સંખ્યા અધિવેશન મુકરર કરશે.
સમસ્ત ભારતસંધ અથવા પરિષદમાં સર્વ ફીરકા, ગચ્છે કે જ્ઞાતિના ભેદ સિવાય વીતરાગને ધર્મ સ્વીકારનાર સર્વને પ્રતિનિધિ મોકલવાને અધિકાર રહેશે. એ પ્રતિનિધિની પસંદગીમાં વિદ્યા અભ્યાસ અનુભવને ખાસ પ્રાધાન્ય આપવામાં આવશે. સ્ત્રી અને
પુરુષ અને પ્રતિનિધિ થઈ શકશે અને ચુંટાશે તે સમિતિ પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com