________________
--
-
-
-
-
-
રરર
નવયુગને જૈન
લાગશે અને એને બદલે ટૅગ કરીને દેખાવ જાળવવામાં એ આખા સમાજને નુકસાન માનશે. આવા કેસે એટલા ઓછા બનશે કે એનું પ્રમાણ નહિવત આવશે. વિધવાવિવાહને પ્રતિબંધ કર્યા વગર લગભગ ઈષ્ટ પરિણામ નવયુગ લાવી શકશે અને તેની સાથે પંચેન્દ્રિય જીવઘાત અને એકાંતમાં ગુપ્ત વિષયસેવનથી થતાં નિકાચિત કર્મબંધનના પ્રસંગેને પણ એ દૂર કરી શકશે.
આ વિધવાવિવાહના પ્રશ્ન વર્તમાન યુગમાં ભારે ચર્ચા ઉત્પન્ન કરી છે તેથી નવયુગ એ સંબંધમાં સ્પષ્ટ મત ઉચ્ચારશે. એ આદર્શ આર્ય ભાવનાને જ રાખશે, છતાં એ દલીલ કરશે કે જેમ સતી થવાની રીતિ બંધ કરવાથી આર્ય ભાવનાનો લેપ થયો નથી, તેમજ અતિ નાની વયવાળી અક્ષતની લગભગ સ્થિતિની બાળા અથવા ગૃહ માંડવા પહેલાં ગૃહ ઉપાડી મૂકેલ અપૂર્ણમનેરથા જેનું વલણ ત્યાગ સેવામાર્ગે ન જઈ શકે તેવું હોય તે એકાંતમાં કુકર્મ કરી મહા તીવ્ર કર્મબંધ કરે તેને બદલે લગ્નગ્રંથીથી એક પતિ સાથે જોડાય તેમાં તેના પર ભાવનાને આદર્શ જરા નરમ પડે છે ખરે, પણ બે આપત્તિમાંથી ઓછી આપત્તિ વહેરવાને એ એક જ માર્ગ છે. આ નિર્ણયમાં નવયુગ એક મત જ રહેશે, પણ તે અપવાદને સ્વીકાર આપત્તિધર્મ તરીકે જ કરશે.
વિધવાવિવાહના પ્રસંગો અટકાવવા માટે બાળલગ્ન અને વૃદ્ધલગ્ન અટકાવવામાં આવશે એ વાત ઉપર થઈ ગઈ છે. એવા જ કેટલા રિવાજે આ સામાજિક પ્રશ્ન સાથે સંકળાયેલા છે તેના નિર્ણયને અંગે વિધવાવિવાહને પ્રશ્ન મોટા પાયા ઉપર ઉપસ્થિત તે નહિ જ થાય. એ પ્રશ્ન પણ આ ચર્ચામાં ઘણાખરા છૂટા
છવાયા ચર્ચાઈ જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com