________________
પ્રકરણ ૧૯મું સામાજિક (ચાલુ)
રડવાકૂટવાનો રિવાજ સામાજિક અને વિચારતાં રડવાફૂટવાને પ્રશ્ન બહુ મુંઝવણ કરાવનારે નહિ થાય. પ્રાચીનોને ન ગમે તેવા ફેરફાર કેળવણું કરી રહી છે. સ્ત્રીઓને અમર્યાદ રીતે ફૂટવું, મોં વાળવાં, પછાડી ખાવી, ન રડતાં આવડતું હોય તે ગમે તેમ કરી રડવાને દેખાવ કરે–આ રિવાજ તે માત્ર ગુજરાત કાઠિયાવાડમાં જ છે. એ કેમ દાખલ થઈ ગયો હશે તે કલ્પવું મુશ્કેલ છે, પણ એમાં સ્ત્રીઓને માથે જે સંસ્કાર થાય છે તે તે હદ બહારના છે. એણે તે જાણે રડવાને ધંધો જ લીધે હોય એમ એાળખાણવાળી સ્ત્રીઓ આવે એટલે એને રડવું જ પડે. “પણ નારીને રેવા. વિના નથી ભાગ્યમાં બીજું કંઈ” એક માસ સુધી રાતદિવસ રાગડા તાણવા અને ત્યાર પછી પણ કૂટ્યા કરવું, મનમાં ઉકરાટે હોય કે ન હોય પણ ઠૂંઠો વાળો અને સભ્યતા–મર્યાદા મૂકી જાહેર રસ્તા પર છાતી ખુલ્લી મૂકી ફૂટવું–આ સર્વ પ્રેમ સ્નેહ કે અંદરનો વળ નથી બતાવતું, પણ માત્ર એક જાતને વહેવાર થઈ પડ્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com