________________
નવયુગને જૈન બહારથી તેમજ અંદરથી થયો છે તે દૂર થઈ શકશે નહિ અને એ બાબત નવયુગના ધ્યાન પર આવતાં એ જનાને અમલ કરશે.
જૈન સાહિત્યની એક વાત અહીં જરા નવયુગની નજરે કરવાની છે. પ્રાચીને એ તો સામાન્ય (જનરલ) સાહિત્યના ક્ષેત્રમાં લગભગ ભાગ જ લીધે નથી એટલે જૈન સાહિત્યને થયેલ ભારે ગેરઇન્સાફનું તેને ભાન પણ નથી. નીચેની બાબતે વસ્તુસ્થિતિ દર્શાવનાર છે. તે દર્શાવવાનો હેતુ કેમી ભાવના વધારવાનો નથી, પણ જે થયું છે તે રજૂ કરી તેને ઉપયોગ કરવાની સૂચના રજૂ કરવામાં છે.
ગુજરાતી સાહિત્યનો દાખલો લઈએ તે જૈનોનું પ્રાચીન પદ્યસાહિત્ય સામાન્ય સાહિત્ય કરતાં ઓછામાં ઓછું દશ ગણું હોવા છતાં હજુ “પ્રેમાનંદ યુગ” અને “શામળ યુગ' જ ગણવામાં આવે છે. નરસિંહ મહેતા પહેલાં પાંત્રીશ કવિઓની રચના હેવા છતાં આદ્ય ગુજરાતી કવિ નરસિંહ મહેતા જ ગણાય છે.
જૈન સાહિત્ય ધાર્મિક છે એમ ગણી તેની ઉપેક્ષા થાય છે, પણું ગુજરાતી કવિઓએ ધર્મને જ મોટે ભાગે આળેખે છે અને જૈન રાસમાં તે ધર્મની વાત કરતાં વ્યવહારની વાતો, નવલે, અદભુત ચરિત્રે ૯૬ ટકા આવે છે. ગુજરાતના લગભગ સર્વ કવિઓએ ધાર્મિક વિષયને જ મહત્વ આપ્યું છે. આના સેંકડો દાખલા મેજુદ છે. વિશાળતાના જમાનામાં પણ જૈન સાહિત્યની ચર્ચા કરતાં વિદ્વાને સમભાવ રાખી શકતા નથી, તેઓ સ્થાન આપવામાં જાણે મહેરબાની કરતા હોય એ દેખાવ જાણેઅજાણે કરી નાખે છે અને કોઈ જગ્યાએ સહેજ સ્વીકાર કરે છે તે તે પણ પ્રસાદનું રૂપ ન લેતાં નછૂટકે વાત થાય છે.
એવી જ રીતે પ્રાચીન જૈન મંદિરને અંગે, પ્રાચીન શીલાલેખેને અંગે સિક્કાઓને અંગે, ગુફાઓને અંગે જૈનેને ઘણો ગેરઇન્સાફ થ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com