________________
–
નવયુગને જૈન
કહી શક્યા અને આંખ મીંચીને ઉઘાડવા જેટલા સૂક્ષ્મ સમયમાં અસંખ્યાતા સમય જાય છે એટલી બારીક વિવક્ષા કરી શક્યા અને પુગળ પરમાણુની શક્તિ સંબંધી અતષ્પ ભવ્ય કલ્પના બતાવી શક્યા તેઓનું ખગળનું જ્ઞાન ખુલ્લા હૃદયથી તપાસવાની તક લેવી જોઈએ એવો તે નિર્ણય કરશે. કોઈપણ વાતને “ગપ્પ” ગણી ઉડાવી દેશે નહિ અને અમુક ગ્રંથમાં કહ્યું છે તેથી માન્ય પણ કરી લેશે નહિ. જ્યાં પ્રગસિદ્ધ જ્ઞાન હશે, જ્યાં અવેલેકનને અવકાશ હશે, ત્યાં પૂરતા ઉત્સાહથી તેને ઉપયોગ કરશે અને એ રીતે સત્યનું શોધન કરવા લાગી જશે.
કેળવણીનાં સાધન તરીકે વાચનમાળાની હકીકતને નવયુગ ખાસ અગત્ય આપશે. ભાષાજ્ઞાન ખાસ તૈયાર કરેલી વાચનમાળા દ્વારા મળવાને તેને આગ્રહ રહેશે. તેને માટે કેળવણીના પ્રખર વિદ્વાનેને રોકી સર્વ પ્રકારના અભ્યાસીઓ માટે વાચનમાળા તૈયાર કરાવશે. સ્ત્રીશિક્ષણ માટે પણ વાચનમાળા તૈયાર કરાવશે અને પ્રત્યેક પ્રકારના અધિકારીને અનુરૂ૫ ગ્રંથે તૈયાર કરાવશે. વાચનમાળામાં કથાસાહિત્ય, કાવ્યસાહિત્ય, નીતિવિભાગનું સાહિત્ય, તત્ત્વજ્ઞાનનું સાહિત્ય એ સર્વને અધિકારીની યોગ્યતા પ્રમાણે અવકાશ આપશે અને બાળકને સંસ્કાર આપવાથી થતા લાભો સમજીને આવી ગ્રંથમાળા તૈયાર કરાવવા પાછળ થયેલે ધનવ્યય કે શ્રમ સાર્થક ગણશે. આવી વાચનમાળાને લઈને અનેક રાસો પ્રકાશમાં આવશે, અનેક સ્તવનેને તદ્યોગ્ય સ્થાન મળશે, સ્વાધ્યાય (સઝાયે)ને પ્રકાશ મળશે અને તે ઉપરાંત દૂહા, પદો, પ્રભાતીઆઓ, વિલાસે, ઘન, ગુહળીઓ, ચોપાઈઓ, અભંગે વગેરે અમર થઈ જશે. ટુંકામાં સર્વ પ્રકારના અધિકારીઓને ઉપયોગી થાય, તેમને ધર્મરાગ મજબૂત થાય અને તેમનામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com