________________
પ્રકરણ ૨૭
૩૦૪
પિતાની નજરે કે જૈનેની નજરે નહિ કરે પણ રાષ્ટ્રના હિતની નજરે જ કરશે. જાહેર સેવાના કાર્યમાં ભાગ લેનારને આ વિશાળતા પ્રાપ્ત કરવાની ખૂબ તક મળે છે અને તે તક પ્રમાણે ન વર્તતાં જે જાહેર પુરુષ એકદેશીય થઈ જાય છે તે અંતે જાહેરને વિશ્વાસ બેઈ બેસે છે. જેઓ પોતાને કે પિતાના નાના સમાજમાત્રને ઉત્કર્ષ સાધવા જાહેરના વિશ્વાસને ઉપયોગ કરે છે તે અંતે સ્થાનભ્રષ્ટ થાય છે. જાહેર પ્રશ્નમાં મનુષ્ય પોતાની જાતને કે કેમને ભૂલી જતાં અને વિશાળ દષ્ટિબિંદુ ખીલવતાં શીખવું જ જોઈએ. નવયુગ એવા સંસ્કારમાં ઉન્નત થશે કે એનામાં આ વિશાળતા જરૂર આવી જશે. આથી નવયુગને જૈન જૈન સમાજને જ ખાસ પ્રતિનિધિ નહિ થાય, પણ અમુક શહેરની મ્યુનિસિપાલિટીમાં તે શહેરને, પ્રાંતિક સભામાં પ્રાંતને અને મધ્યસ્થ સરકારમાં સમસ્ત હિંદને પ્રતિનિધિ થશે.
આ વિશાળ દષ્ટિબિંદુ નવયુગના મતાધિકારીઓ પણ શીખી જશે અને મત આપતી વખતે જૈન હેવા ખાતર કેઈને મત નહિ મળે, પણ સેવા કરવાની ધગશવાળાને મળશે. આ રીતે પ્રાપ્ત થયેલી વિશાળતા મતસહિષ્ણુતાને ભાગ બની જૈનને એક શહેરી તરીકે અનેક લાભનું કારણ નવયુગમાં થશે.
ખાસ પ્રતિનિધિ જૈન કેમને કેટલાક પ્રશ્ન ખાસ અલગ છે. એનાં તીર્થોને બચાવ-રક્ષણ, એના સાહિત્યને પ્રચાર, એના તહેવારની ભિન્નતા આદિ નાનાં મોટાં કારણે છે, છતાં નવયુગ ખાસ પ્રતિનિધિ જૈન કામ માટે માગવાની ભૂલ કદિ નહિ કરે. પ્રવર્તમાન મધ્યયુગમાં જૈને આ લાલચમાં ન પડ્યા તે બાબતની તેની દીર્ધદષ્ટિ નવયુગ પ્રશંસશે અને તે બાબતમાં નીતિને ફેરફાર કદિ નહિ કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com