________________
પ્રકરણ ૨૧ મું
~
~
અભ્યાસ તે જરૂર હોવો જોઈએ, પણ ત્યાર પછી ખાસ જ્ઞાન વ્યાપારી લાઈનનું આપવું જોઈએ. વ્યાપારી લાઈનમાં કેટલાક સર્વ સામાન્ય પ્રશ્ન છે તેનું સામાન્ય જ્ઞાન પ્રથમ મળવું જોઈએ. દાખલા તરીકે સોદા કેમ થાય, તેમાં માગણી અને સ્વીકાર, વેચાણના નિયમો, આડતના સવાલ, ભાગીદારીના પ્રશ્નો, ખોળાધરીના સવાલ, સોદા કયારે રદ થાય, શામાટે રદ થાય, જાહેરનીતિને સદાઓ સાથે સબંધ, સટ્ટો અને જુગાર આદિ પ્રત્યેક વ્યાપારીએ જાણવા જ જોઈએ. વિમા પૈકી જીંદગીને, દરિયાના જોખમને, આગપાણીના જોખમને પ્રશ્ન મુદ્દામ વિગતવાર સમજે જોઈએ.
એ ઉપરાંત અર્થશાસ્ત્ર રાજદ્વારી નજરે અને આંતરરાષ્ટ્રીય નજરે, સ્વરાષ્ટ્રને અંગે અને પરરાષ્ટ્રને અંગે, તેની ઉત્પત્તિ વહેંચણી અને વપરાશના અનેક સવાલ, ભાવ-મૂલ્યને અંગે જરૂરીઆત અને પૂરના સવાલ, જમીન, મજૂરી અને નાણાને પરસ્પર સંબંધ આદિ અનેક પ્રશ્નો વિગતવાર ખાસ જાણવા જોઈએ અને નાણાની લેવડદેવડને પ્રશ્ન બહુ બારીકીથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દષ્ટિબિંદુઓથી સમજવો જોઈએ.
એ ઉપરાંત હિસાબ રાખવાની પદ્ધતિ, વ્યાજ ગણવાની રીતિ, હવાલાની રીતિ, સરવૈયાની પદ્ધતિ તેનાં મૂળ તો સાથે સમજવી ઘટે અને તેમાં દેશી નામાની રીતિ અને પાશ્ચાત્ય પદ્ધતિના અભ્યાસ સાથે તે બન્ને વચ્ચેના તફાવત અને તેનાં કારણો તથા પરિણામો આવડવાં જોઈએ
આટલી સામાન્ય વ્યાપારી કેળવણી મળ્યા પછી પિતાને જે લાઈન લેવાની ઈચ્છા હોય તેની વિગતમાં ઉતારી તેને અભ્યાસ કર જોઈએ અને સાથે તે અભ્યાસમાં આવેલા સિદ્ધાન્તને વ્યવહાફ ઉપયોગ કેમ અને કેવી રીતે થાય છે તે જાતે જોવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com