________________
૮
નવયુગને જૈન
-~-~-~
~
મૂકશે. વ્યાપાર જ્યાં સુધી વેપારની મર્યાદામાં રહે છે ત્યાં સુધી તેમાંથી જરૂરી લાભો ગેરલાભો થાય છે, પણ જ્યાં તેમાં સટ્ટાનું તત્ત્વ દાખલ થાય છે ત્યાં એ વેપાર મટી જાય છે.
નવયુગનું ધ્યાન તે આર્થિક નજરે “ઉત્પત્તિ' તરફ વધારે રહેશે. એ વચગાળેના નફા રદ કરવા પ્રયત્ન કરશે, ત્યાં બજારની વધઘટનો લાભ લેનારા સટ્ટો કરનારને કોઈપણ પ્રકારને લાભ લેવા દે એ આર્થિક નજરે અસંભવિત વાત છે, શ્રમજીવીની નજરે ભયંકર વાત છે અને સમાજવ્યવસ્થાના ધોરણે એક પણ દિવસ ન ચલાવી લેવા યોગ્ય વાત છે. ખાસ જરૂરી પ્રસંગમાં તૈયાર માલ લેવાનો હોય તેવા પ્રમાણિક સોદાઓના સંબંધમાં પણ ઘટતે. અંકુશ તે જરૂર મૂકવામાં આવશે, પણ તે ઉપરાંત સદ્દો કે જુગાર કોઈ પણ આકારમાં હિંદમાં તો ન જ જોઈએ એમ નવયુગ ઠરાવશે અને તેની સામે સ્વાર્થને અંગે બુમો પાડશે તે ઉપર ધ્યાન આપ્યા વગર સમાજ એ કામ આટોપી લેશે અને સટ્ટાને અને જુગારને મૂળથી હાંકી કાઢશે. તે ધંધો કરનારને કઈ પ્રમાણિક ઉદરનિર્વાહનું સાધન શોધવું પડશે.
પ્રકીર્ણ વ્યાપારના અનેક પ્રશ્નને અંગે નવયુગને બહુ વિચાર કરે પડશે. નવયુગને વ્યાપાર એક પરગણા કે હિંદમાં મર્યાદિત થવાને ન હોઈને અનેક આર્થિક અને તેને ઉકેલવા પડશે, આખી દુનિયાના આર્થિક પ્રશ્નને બારીક અભ્યાસ કરવો પડશે, નાણાપ્રકરણી સવાલે, નાણું મોકલવાને દર (રેટ ઑફ એકસચેંજ), સોનાનો નાણું સાથે સંબંધ વગેરે તથા ઉત્પત્તિ વહેચણી અને વપરાશના અનેક સવાલો આવી પડશે. એ સર્વને નિકાલ તે પૂરા અભ્યાસથી કરશે અને હિંદ જેવા કુદરતની કૃપાવાળા દેશને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com