________________
પ્રકરણ ૨૧ મું
ર૭૭
અત્યારે બાર આના વ્યાપાર તે અરબસ્તાનથી સીધો પારિસ ચાલ્યો ગયો અને બાકીના ચાર આનામાંથી લગભગ અરધે જૈનોના હાથમાં રહ્યો છે, પણ સમૂહવ્યાપારની પદ્ધતિની આવડત ન હેવાથી ડાં વર્ષમાં જૈને માત્ર પશુગર કે સરૈયા થઈ જાય તે ના નહિ એવી પડું પડું સ્થિતિ એ વ્યાપારની થઈ
રહી છે.
હીરાને વ્યાપાર કુલ જૈનેના હાથમાં હતો. અત્યારે ભાગે જ પચાસ ટકા જૈન પાસે રહ્યો છે. તે જ પ્રમાણે અન્ય ઝવેરાતનું સમજવું.
કાપડ બજારમાં જે પેઢીઓ વિશ વર્ષ પહેલાં જૈનેની હતી તેની અરધી પણ રહી નથી અને નવી થઈ નથી.
ખાંડ બજારને ચૌદ આના વ્યાપાર જૈનોના હાથમાંથી પસાર થતા હતા ત્યાં અત્યાર નામ ગણાય તેટલી એક બે પેઢીઓ માત્ર જૈનેની રહી છે. આ વાત કેમીય ભાવના વધારવા લખી નથી. મુદ્દો એટલું જ બતાવવાને છે કે વચગાળને વેપારઆડતીયા જે કે કમીશન એજન્ટને મળતું વ્યાપાર ખસી જતાં વખત લાગતું નથી. બીજા અનેક વ્યાપારનું અને અનેક સ્થળોનું આ પ્રમાણે બતાવી શકાય તેમ છે, પણ તે તે વ્યાપારને વિષય લઈને બેસીએ ત્યારે શકય છે. અત્યારે તો ઉત્પત્તિ વ્યાપારને અંગે ક્ષેત્રે પ્રથમથી હાથ કરવાની બાબત ઉપર લક્ષ્ય છે તે પૂરતું નવયુગની નજરે ધ્યાન ખેંચવામાં આવે છે. નવયુગમાં ખેતીવાડીને મોટા પાયા ઉપર જૈને ઉપાડશે. મોટા ખેતરે, નવાં યંત્ર, પાણીની સગવડ, ખાતરની વિપુલતા અને ખેતીખાતાને વૈજ્ઞાનિક અભ્યાસ કરી અનેક જૈને આ ખેતીપ્રધાન દેશનાં બાગબગીચા
અને ખેતીનું કામ કરશે. તે ઉપરાંત મીલેની વાત તે જાણતી જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com