________________
પ્રકરણ ૧૯મું
૨૫
* *
*
*
* * * * * *
*
જે પ્રજા રડતા રડતા આવનાર કાણભંગુઓને કહી શકે કે શેઠ! ઉઠે, જમવાને વખત થઈ ગયો છે અને પાંચ મિનિટમાં મિષ્ટાન્ન આરોગી શકે તે વિધવાઓ પાસે રડાવે જ. સ્ત્રીઓને તે દે ફૂટવા જઈને એની તાલીમ લેવી પડે અને બરાબર ન રહે તે વૃદ્ધાઓ કહે કે “માણસ મૂઉં છે કે લાકડું ભાંગ્યું છે. જરા હાથ વાળો.” આ વિચિત્રતા તે અભ્યાસ કરવા જેવી છે. રડવાની હકીકતને શિક્ષણનું રૂપ અપાય, બપોરે મહીં વાળવા જવું એ એક કામ ગણાય અને સામાને મને કમને રડાવવા એ વ્યવહાર ગણાય એ તે સ્ત્રી જાતિની સત્કીતિની ઉપર પડદે નાખવા જેવું છે. માત્ર એના “રાજિયા'માં કવિત્વ ઝળકે છે એટલે સાહિત્યનો ભાગ બાદ કરીએ તે આખી પ્રથા સ્ત્રીઓની કમતાકાત પરાધીનતા અને અબળાપણાનું પ્રદર્શન જ છે.
નવયુગ આ આખી પ્રથા ઉપર છીણ મૂકી દેશે. મરણને એ પૂરતું ગંભીર બનાવશે. એમાં દંભ અને ફરજિયાતપણાને સ્થાન ન હોય. સાંસારિક જીવ રાગને વશ થાય તે સમજી શકાય તેવી બાબત છે, પણ એમાં પદ્ધતિસર બેસી, માગે ત્યારે રડવું આવે–એ તે ભારે વિચિત્ર વાત છે. એમાં મરણની ગંભીરતા જળવાતી નથી. એમાં પણ જાણે વ્યવહાર જ ચાલે છે. એ ઉપરાંત સ્ત્રીઓની તંદુરસ્તીને એ કેટલી હાનિ કરે છે એ તે વળી જુદે જ સવાલ છે. આ સર્વ રીતસર રડવાનું, ફૂટવાનું, મહીં વાળવાનું એકદમ બંધ થઈ જશે.
પુરષોના રડવામાં–પોક મૂકવામાં જરા પણ ગંભીરતા નથી. એ પણ એક જાતને વ્યવહાર થઈ પડ્યો છે. એ સર્વ અટકી જશે. મરણ વખતે મરણગ્ય ગંભીરતા જળવાય, વૈરાગ્યનિર્વેદના વિચારને ઉદ્દભવ મળે એવું વાતાવરણ ઉત્પન્ન કરવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com