________________
પ્રકરણ ૧૯ સુ
આખા નીતિવાદ–એથિક્સ સુંદર રીતે રજૂ કરવામાં આવશે સતિના આદર્શ કાયમ રાખી ગૃહસ્થ ધર્મને બહલાવવામાં આવશે.
૨૫૧
ગુણસ્થાન*મારેાહ–પ્રગતિનાં પગથિયાં રજૂ કરવામાં આવશે. આઠ દૃષ્ટિને વિસ્તાર પ્રકટ કરવામાં આવશે.
જ્ઞાન અને ક્રિયાના સહચાર બતાવવામાં આવશે. જ્ઞાનની મુખ્યતા કરવા સાથે ક્રિયાનું આદેયપણું બતાવવામાં આવશે. અહિંસાના આદર્શથી જગતના મહાન સવાલેના નિય થતા બતાવવામાં આવશે,
પરિગ્રહપ્રમાણમાં સમાજવાદ સામ્યવાદ અને વર્તમાનકાળના સર્વ વાદેને અંતિમ નિર્ણય રજૂ કરવામાં આવશે.
અભય, દ્વેષ અને અખેદની આદ્ય ભૂમિકામાં રહેલા નિર્ભયતા મૈત્રીભાવ અને સેવાભાવના રહસ્યા રજૂ કરવામાં આવશે. વીતરાગભાવ દેવનું આદર્શ ઉત્કૃષ્ટ સ્વરૂપ છે એ અન્ય કાઈ ને ઉતારી પાડ્યા વગર પ્રખર રીતે રજૂ કરવામાં આવશે
આવા આવા અનેક પ્રયત્ન કરી જૈન ધર્મના જગતની ગૂ`ચવણના નિકાલ માટે પ્રચાર કરવામાં આવશે. અનેક જતેને મોટી સંખ્યામાં જૈન બનાવવામાં આવશે, અસ્પૃશ્ય વને મંદિરમાં સ્થાન આપવામાં આવશે, તેને જૈન બનાવી પ્રભુપૂજનના માર્ગોએ જોડી ભક્તિના આદર્શથી વશ કરવામાં આવશે, વિદ્યાનાને જ્ઞાનમાર્ગ બતાવવામાં આવશે, વૈરાગ્યવાસિતને યાગ—ધ્યાનના મહામાર્ગ બતાવવામાં આવશે અને એ રીતે લાખે। મનુષ્યને અંતરાત્મ દશાએ લઈ આવી જૈન બનાવવામાં આવશે. સમ્યગ્ દન–સમકીતની ચાવી હ્રારા શુદ્ધિને માર્ગ અજવાળવામાં આવશે અને આખુ વાતાવરણ વીતરાગના જયજયકારથી વાસિત કરવામાં આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com