________________
ર૫૦
નવયુગને જૈન
સમજણમાં ન ઉતરે તેવા બનાવ બનતા જશે અને ન ધારેલા ટૂંક સમયમાં પ્રાચીનોની નજરે કમાન છટકી જશે.
જન સંખ્યાબળ સામાજિક વિચારણામાં જૈનધર્મના અનુયાયીની સંખ્યા વધારવાની બાબત ખાસ અગત્યનું સ્થાન લેશે. નવયુગ આ પ્રશ્નના સંબંધમાં કેવા વિચાર કરશે તે આગળ ચર્ચાઈ ગયું છે. સમુચ્ચયે સંખ્યાબળ વધારવા કેવાં પગલાં નવયુગ ભરશે તેને નામનિર્દેશ માત્ર કરી આ બાબત પૂરી કરી નાખીએ.
જૈનધર્મ માનનારમાં કન્યાવ્યવહાર અને ભજનવ્યવહારની છૂટ કરવામાં આવશે.
જે જ્ઞાતિઓ કન્યાવ્યવહારની અગવડે જૈન મટી ગઈ છે તેને તેના ઈતિહાસનું પૂર્વસ્મરણ કરાવવામાં આવશે.
જૈન કેમ નથી, પણ ધર્મ છે એ વાત પાકી કરવામાં આવશે.
જૈન તત્ત્વજ્ઞાન ન્યાયના પાયા પર રચાયેલું છે તે બતાવવામાં આવશે.
જૈનને અનેકાંતવાદ અદ્ભુત છે તે પર સુંદર રચના કરવામાં આવશે, જૈનને કર્મને સિદ્ધાંત અત્યંત સુક્ષ્મ અને અન્યત્ર અનવાય છે, એ બને એની વિશિષ્ટતા સાથે રજૂ કસ્વામાં આવશે.
નયવાદ સપ્તભંગી અને નવ તત્વ પર ભારે અજબ રચના કરવામાં આવશે. પ્રત્યેક બાબતને લેકગ્રાહ્ય ભાષામાં વૈજ્ઞાનિક અને તાર્કિક પદ્ધતિએ રજૂ કરવામાં આવશે.
વસ્તુસ્વરૂપ અકાદ્ય પદ્ધતિએ જિનવર રજૂ કરી ગયા છે તે બતાવવામાં આવશે. તેને દુનિયાને ખેળે બેસાડવામાં આવશે અને તેને પરીક્ષાની કસોટિએ ચઢાવવામાં આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com