________________
--
------
--
--
-
રર૪
નવયુગને જૈન કઈ પાસેથી પૈસા મેળવી દેવું કરી દીકરીના બાપને રકમ આપી દીકરીને લઈ આવવા લાગ્યા અને આવાં અધમ કજોડાંને પરિણામે વિધવાવિવાહના પ્રસંગે વધી પડ્યા. અસમાન પતિ પત્નીથી સંસાર ખારે ધુધવા બને. વૃદ્ધવગ્નને પરિણામે ઉગતી યુવતીની મનકામના પૂર્ણ ન થઈ અને સમાજના સાતમને ભોગ થઈ પડેલી એ અબળાને કેઈ આશરે ન રહ્યો.
આ કન્યાવિક્રયના અનેક ભયંકર પરિણામ આવ્યાં છે. એથી સમાજમાં ગૃહજીવન, દાંપત્ય, આદર્શ પ્રેમ–એનું નામ ઊડી જવા લાગ્યું છે અને તે ઉપરાંત વિચારધારામાં વિવેક સભ્યતા કે વાત્સલ્યનાં ઝરણું સુકાઈ જવા માંડ્યાં. કલ્પના કરતાં ન બેસે તેવી વાત છે, પણ સત્ય વાત છે કે વર્ષો સુધી દીકરીને એક વિક્રયની ચીજ ગણવામાં આવી છે.
નવયુગ એક સપાટે કન્યાવિક્રયને અટકાવી દેશે. એને એ ફોજદારી ગુને ગણાવવા માટે પણ પ્રયત્ન કરશે. અને નવયુગમાં કન્યા
એટલી આગળ વધેલી સુશિક્ષિત અને પિતાનું સ્થાન સમજનારી થશે કે એ પિતા સામે ઊભી રહી પોતાના લગ્નની વાત કરશે. આવા સંયોગેમાં કન્યાવિક્રયને સ્થાન રહેવાનું નથી એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય. જ્ઞાતિ નહિવત થઈ જતાં મોટી ઉમરે લગ્ન કરવાને રિવાજ દાખલ થતાં અને કન્યાની સંમતિ વગર લગ્ન સંબંધ કરી શકાય નહિ એ નિયમને સ્વીકાર થતાં કન્યાવિય તે જશે, પણ તેના આડકતરા પરિણામ તરીકે વિધવાવિવાહના પ્રસંગે પણ ઉત્તરોત્તર ઓછી જ થઈ જશે, નવયુગ સ્ત્રીવર્ગમાંની કોઈને “વસ્તુ'–વેચવાની ચીજ તરીકે ગણવાનું પાપ કે ગણવાની ધૃષ્ટતા કરશે નહિ, કરી શકશે નહિ અને કરવાને પ્રસંગ જ્ઞાનયુગને પ્રતાપે અને સ્ત્રી સમાજની ચાળવણીને પરિણામે અને લોકસમાજના
અભિપ્રાયને પરિણામે મેળવી પણ શકશે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com