________________
ર૩૮
નવયુગ
જૈન
પ્રત્યેક કાર્યમાં વિવેકને અગ્રપદ આપે તેના અનુયાયીઓ બાર આની જમણનો ભાગ ગટરમાં નાખે અને ટોપલે ટોપલા ભરી એકજુડને વિચાર પણ ન કરે એ સ્થિતિ કેમ થઈ હશે અને કેમ ચલાવી લેવામાં આવી હશે તેને ખ્યાલ કરીને નવયુગ વગર ગભરાટે મહાન ફેરફાર કરી નાખશે. આ સમસ્ત કાર્ય સમાજને અંગે કરવાનું હેઈ સાંસારિક અથવા વ્યાવહારિક રીતરિવાજની સુધારણાના વિષયને અંગે મહાસભાનું સારું ધ્યાન ખેંચશે. આ બાબતમાં ફેરફાર અને જરૂરી સુધારા કરાવવામાં નવયુગને બહુ પરિશ્રમ પણ કરવો નહિ પડે. એને માટે આરોગ્ય સુઘતા સ્વચ્છતા સમજનાર નવયુગ આખા સમાજને તુરત વિચારવંત અને અમલ કરનાર કરી શકશે.
લગ્નવય નવયુગમાં આ બાબત અનેક આકાર લેશે. બાળલગ્ન સદંતર બંધ થશે. કન્યાના લગ્નની વય શરૂઆતમાં પંદર વર્ષની ઠરાવવામાં
આવશે, પણ નવયુગના સંકીર્ણ જીવનમાં તે વય વધારીને અઢારથી વિશ સુધી લઈ જવામાં આવશે. પુરુષની વય શરૂઆતમાં અઢારની કરી વશ વર્ષ મુકરર કરી તરતમાં બાવીશ સુધી લઈ જવામાં આવશે. આ તે ઓછામાં ઓછી વયની વાત થઈ
વૃદ્ધલગ્ન તદન બંધ કરવામાં આવશે. ચાળીશ વર્ષ પછી કોઈ લગ્ન ન કરી શકે એવો નિયમ કરવામાં આવશે.
વિધવાવિવાહને પ્રસંગ મોટે ભાગે નહિ જ આવે. કારણ ઉપર જણાવ્યાં છે. કોઈ નાની વયની પરણ્યા છતાં ન પરણ્યા જેવી સ્ત્રીના સંબંધમાં એવી આપત્તિ ઊભી થશે તે ઉપરની વય ધ્યાનમાં રાખીને જ લગ્ન કરવાની બાબત સમાજ આંખ આડા કાન કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com