________________
૪
નવયુગને જૈન
કરાવશે તે વખતે એના ઉપર સદીઓથી વીતેલાં વીતકેના જવાબ આપવા પડશે. એ જવાબ નવયુગ લેશે. આર્યત્વને ફાંકા રાખનાર અને સ્ત્રી પાસે આર્ય આદર્શ બરાબર પળાવવામાં પ્રવીણ પુરુષ ત્રણ અને ચાર ચાર સ્ત્રીઓ સુધી એકીસાથે કરવાની હદે પણ પહોંચી ગયા છે. તેઓને મનુષ્યસ્વભાવ શું છે તેને ખ્યાલ નહિ, તેઓને કુમળી બાળાના દિલમાં શી શી ઘટનાઓ થતી હશે તેને માટે એક નાનકડો ખૂણો પણ નહિ– નહિ તે આ વાત આર્ય આદર્શમાં સંભવી શકે? અને જૂની કથાઓ વાંચે તે તેમાં ક્ષત્રિય તે સ્ત્રીઓ પરણવાને ધંધે જ લઈ બેઠેલા જણાશે. એમાં આર્યઆદર્શને સ્થાન ક્યાં કહ્યું? સાઠ હજાર ને બેતેિર હજાર સ્ત્રીઓ એક પુરુષ પરણી શકે એના જીવનનું–સ્ત્રીની મને વેદનાનું શું થતું હશે તેને કદિ પુરુષે ખ્યાલ કર્યો નથી
આ ભયંકર અન્યાય સામે ઘણું લખી શકાય તેવું છે. મયણાસુંદરી જેવી સાધ્વી સ્ત્રી શ્રીપાળને વિદાય આપતાં શાં વચન કહે છે તે વિચારેઃ “પ્રાણનાથ! પરદેશમાં આપને અનેક સ્ત્રીઓ સાંપડશે, પણ રખે ને મને વીસરી જતા.' આદર્શ સતીને આવું બોલવું પડે એ ઓછી દિલગીરીની વાત છે? નવયુગની છોકરીઓ ખૂણે બેસી રડવાની વાત નહિ રવીકારે. એ આર્ય આદર્શને પુરુષ પાસે પળાવવાને આગ્રહ કરશે. તમે એકપત્નીવ્રન કબૂલ રાખે તે અમારે એકપતિવ્રત કબૂલ છે, નહિ તે પ્રેમ, સંયમ અને ઇરછા પર બનેને છોડી દે. ઘણી હકીકત લખતાં લેખ લાંબે. થઈ જાય. નવયુગ કોઈ પણ જાતના અપવાદને રવીકાર કર્યા વગર એક સ્ત્રીની હયાતીમાં બીજી સ્ત્રીને ન પરણવાને પાકે નિશ્ચય કરશે અને તે નિયમનો ભંગ કરનારને ઉજદારી કોર્ટમાં ઘસડાવું
પડે એવો પાશ્ચાત્ય દેશ જેવો અહીં પણ કાયદે કરાવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com