________________
પ્રકરણ ૧૭ શું
૨૧
પુત્રીના લગ્નને અંગે ત્રણ પ્રશ્નો પણ લગ્નના પ્રકરણમાં જ્ઞાતિને મૂંઝવનારા બીજા ચાર પ્રસંગે બનશે તે પૈકી ત્રણને વિચારવાનું અત્ર સ્થાન છે. પ્રથમ પ્રશ્ન: અત્યાર સુધીની માન્યતા એવી છે કે કન્યાનું લગ્ન માતપિતા કરે અને તે કન્યાએ માન્ય રાખવું પડે. “દીકરી ને ગાય-જ્યાં દેરે ત્યાં જાય.” આ મત પ્રચલિત હતે. નવયુગની દીકરીઓ ગાય જેવું જનાવર પ્રાણી નહિ રહે અને તે દોરવણી સ્વીકારશે નહિ અને તેને દેરવી શકાશે નહિ. આ ભારે મૂંઝવણનો સવાલ છે.
દીકરી સંસ્કારી થશે એટલે કેને પરણવું, ક્યારે પરણવું તે નકકી કરવાને માબાપને હક્ક લઈ લેશે. દીકરીને ગાય ધારવામાં આવતી હતી તે વિચારમાં પણ તેને અપમાન લાગશે અને તે પિતાને પતિ શોધવાને અને નિર્ણય કરવાનો હક્ક કાયમ કરશે. અને માતપિતા તે વધારેમાં વધારે તેને સલાહ આપી શકે તેટલું જ કરી શકશે. માબાપ લગ્નની બાબતમાં વધારે માથું મારી શકે એવી સ્થિતિ જ નહિ રહે. જ્ઞાતિજનેની આ પહેલી મુંઝવણ થશે. સંસ્કારી છતાં નાતજાતના સંસ્કારમાં ઉછરેલા માબાપ નાતને જવાબ આપશે કે દીકરી એની ઈચ્છા પ્રમાણે કરે અને છતાં પૂછવું હોય તે તેને પૂછે. અત્યાર સુધીના જ્ઞાતિ વહીવટમાં દીકરીને પૂછયું નથી, હવે ન પૂછે તે ચાલે તેવું નથી અને દીકરીને પૂછતાં નાતને વટ જાય–આ પ્રથમ મૂંઝવણ.
બીજી મૂંઝવણ જ્ઞાતિને એ થશે કે અનેક કન્યાઓ ભણીગણી પની તરીકેની જવાબદારી લેવા જ ના પાડશે. સંસાર માંડવો કે નહિ તે તેના કબજાની–મરજીની વાત છે. “સે કુંવાર સાંભળે છે, ડોશી કુંવારી સાંભળી નથી.” આ આખું સૂત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com