________________
પ્રકરણ ૧૮ મું
૨૧૭
છે અને ખાસ કરીને “સેવાનું તેનામાં કુદરતી તત્ત્વ એના બંધારણમાં ભરેલું હોય છે એ નવયુગ અભ્યાસ કરીને જોઈ લેશે. ઉપલકિયા નજરે ગૃહવ્યવસ્થાને બારીક અભ્યાસ કરવામાં આવશે તે જોઈ શકાશે કે સ્ત્રીઓને પિતાની જાત ઉપર ઘણું વધારે અંકુશ હોય છે. એ પિતાની સગવડ ભાગ્યે જ જશે. એ પતિ પુત્ર કે સસરાની રાહ જોવામાં અનેક પ્રકારની સગવડને ત્યાગ કરશે. આ તે સામાન્ય વાત છે, પણ સ્ત્રીમાનસના અભ્યાસ પછી ઘણું જાણવા જેવું મળે તેવું ત્યાં ભરેલું છે.
કેઈ તક આપતું નથી દુઃખની વાત એ બની છે કે એને તક મળી નથી. એ હજારો વર્ષથી છુંદાઈ ગયેલી છે, એનું વ્યક્તિત્વ કચરાઈ ગયું છે, એની શક્તિને અવકાશ મળે નથી, એની સેવાભાવનાને ગ્ય પરિસ્થિતિ પુરુષોએ નીપજાવી નથી, નીપજવા દીધી નથી; સ્ત્રીવર્ગના દષ્ટિબિંદુથી કઈ પ્રશ્ન હજુ સુધી વિચારણો નથી. આથી વિધવાને ભારે વિપત્તિ થઈ છે. એને પતિ સાથેના પ્રસંગે દૂર થયા તેને બદલે તેનું માનસ રેકે એ વ્યવહાર કે પ્રયોગ તેને માટે તૈયાર નથી અને પરિણામે નવરા માણસ અનેક પ્રકારે શક્તિને દુર્વ્યય કરે છે તેમ સામાન્ય રીતે આખો સ્ત્રીવર્ગ અને વિધવાવર્ગ ખાસ કરીને પિતાની શક્તિને ઉપગ નિંદા કુથલી, ગૃહકંકાસ વગેરે બાબતમાં સામાન્ય રીતે કરે છે.
વૈધવ્યનાં કારણે નવયુગ વિધવાના પ્રશ્નને હાથ ધરતાં પ્રથમ તે વૈધવ્યના પ્રસંગે શાં કારણથી આવે છે તેની તપાસ કરશે. ત્યારે તેને માલૂમ પડશે કે તેને મેટે ભાગ બાળલગ્ન કે વૃદ્ધવિવાહને કારણે
બને છે. બાળલગ્ન એ તે હસવા જેવી વાત લાગશે. લગ્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com