________________
२०४
નવયુગને જૈન
હાસની બાબત છે. અત્રે પ્રસ્તુત વાત એ છે કે બ્રાહ્મણની એકહથ્થુ સત્તા સામે અને વર્ણાશ્રમના ભેદ સામે જૈનેએ પ્રથમ ગુડ ઉપાડ્યો. જૈનદર્શનને આખે મેક્ષવાદ કે ગુણક્રમારોહ એ સ્પષ્ટ છે કે એમાં વર્ણ કે આશ્રમને સ્થાન હોઈ શકે નહિ. વર્ણ અને આશ્રમ તેડી સર્વ પ્રાણીઓને સમાન કક્ષા પર મૂકવા અને જેઓને પ્રયત્ન કરી પ્રગતિ કરવી હોય તે વય કે જન્મના વાંધા સિવાય કરી શકે એ મૂળ સિદ્ધાંત જૈન અને બૌદ્ધોએ પણ તુરત જ ત્યાર પછી તેને સ્વીકારેલે એ ઐતિહાસિક સત્યનું રહસ્ય વિચારતાં તેઓને જ્ઞાતિઓ જૈનદર્શનના મૂળ ઉદ્દેશ અને પાયાની તદ્દન વિરુદ્ધ લાગશે.
પણ તેમને સવાલ કરવામાં આવશે કે જૈન ધર્મ માનનાર તે અનેક જાતિઓ છે. ઓશવાળ, શ્રીમાળ, પિરવડ–તેમાં વળી વીશા અને દશા અને કાંઈ નાની નાતેને પાર નથી. એને એ તપાસ કરી જવાબ આપશે કે હિંદુ સાથેના ગાઢ સહવાસનું એ પરિણામ છે. ધીમે ધીમે હિંદુ સાથે ભાઈચારો વધતાં તેમના વ-પ કરવા માંડ્યા અને જ્ઞાતિઓ જૈનમાં પણ દાખલ થઈ ગઈ અને કાળક્રમે એણે એવું રૂપ લઈ લીધું કે હિંદુઓ કરતાં પણ જૈને જ્ઞાતિના ચક્કરમાં વધારે સપડાઈ ગયા. પણ મૂળ મુદ્દો અને આખા દર્શનના વિકાસનું રહસ્ય અને તેને ઇતિહાસ વિચારતાં કોઈ પણ રીતે જ્ઞાતિભેદ જૈનદર્શનને પાલવે નહિ, પિકાય નહિ, એના સુસ્પષ્ટ સિદ્ધાંતની સાથે કોઈ પણ રીતે મેળ ખાય નહિ. આ નિર્ણય એ ખૂબ ચર્ચા કરી શાસ્ત્રગ્રંથે જોઈ અનેક ઐતિહાસિક પ્રસંગે અવલોકી જૂની શોધખોળ કરી જાહેર કરશે.
અને તેમાં હાલમાં જે રીતે જ્ઞાતિઓ ભાંગીતૂટી રીતે ચાલે છે તે બાબત એના નિર્ણને પુષ્ટિ આપશે. જ્ઞાતિ વ્યક્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com