________________
પ્રકરણ ૧૭ મું
૨૦૫
વિકાસની આડે આવનાર થાય છે, એ જ્ઞાતિજનના વિકાસ માટે કદી વિચાર કરતી નથી, એની કર્તવ્યતા જમણ અને લગ્નની પરવાનગીમાં અને નિરર્થક પરિણામશન્ય ઝઘડા કરવામાં સમાઈ જાય છે અને પૂર્વકાળમાં તેણે કદાચ શંકાસ્પદ સેવા બજાવી હોય કે ગમે તેમ હોય, પણ આ નવયુગમાં તેને ચાલુ રાખવી એ પાપ છે, દેષ છે, પ્રગતિ વિધક છે અને વગર અર્થને ગળે બાંધેલો પથ્થર છે. નવયુગને માણસ પ્રાચીન કાળના નાતેના મેળાવડાઓ, તેમાં થતા ન્યાય, વિધવાઓની હાલાકીઓ અને ગરીબોને થતા ત્રાસનાં નાટકો કરશે. ન્યાય, વાત્સલ્ય, પ્રેમ, લાગણી કે ભ્રાતૃભાવ જેવું એ નાત–જ્ઞાતિમાં એક તત્વ પણ જેશે નહિ. એના મેળાવડાની અનિયમિતતા, એમાં ભાગ લેનાર પિતાને માનતા વડીલવર્ગ અને એની આખી સંકલના અર્થશન્ય, વિચારશૂન્ય, વિવેકશન્ય થઈ ગયેલી નવયુગને લાગશે. છેલ્લાં કેટલાંક વર્ષોથી તૂટું તૂટું થઈ રહેલા આ જ્ઞાતિ સાજનાએને નવયુગ એક ધડાકે બેસાડી દેશે. એની સામે સખત વાંધાઓ તે લેવાયા છે અને લેવાશે, પણ એની રહીસહી સત્તા નવયુગમાં ચગદાઈ જશે. ખાસ કારણ કે પરિણામને વિચાર કર્યા વગર નવયુગ કેઈ સંસ્થા કે બંધારણ માત્ર પ્રાચીન હોવાને કારણે ભાંગી નાખવાની ધૃષ્ટતા કે મૂર્ખતા નહિ કરે, પણ જ્ઞાતિને અત્યારના આકારમાં ચાલુ રાખવાનું તેને એક પણ કારણ જણાશે નહિ. સમષ્ટિ કે વ્યક્તિને એનાથી લાભ થવાનો સંભવ પણ એ જોશે નહિ અને એને છેલ્લા કાળને સોએક વર્ષને ઈતિહાસ એના જીવનને વધારે લંબાવવામાં સહાયભૂત થવાને બદલે એને જેમ બને તેમ જલદી જમીનદેસ્ત કરવા જ પ્રેરશે. આ જ્ઞાતિની તૂટતી સ્થિતિ એકલી જૈન કેમને જ લાગુ પડે છે એમ સમજવાનું નથી; એને એ
જ અથવા એવો જ ઈતિહાસ અન્યત્ર પણ છે અને ત્યાં એની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com