________________
.
પ્રકરણ ૧૫મું
૧૬૭
એ જૈનસંખ્યાબળને જોઈ મુંઝાશે. એને લાગશે કે પ્રાચીનએ એ સંબંધમાં ભારે અવ્યવસ્થા કરી છે. ધર્મને નામે દુકાનદારી થઈ છે અથવા ભવાડા થયા છે, સાહિત્યમાં બસે વર્ષમાં નામને વધારે થયો છે અને શ્રાવકે પિતાની ફરજને અંગે નિરપેક્ષ બન્યા છે અને સાધુવર્ગ લગભગ બિનજવાબદાર બની ગયે છે. એ સર્વ બાબતને વ્યવસ્થિત આકારમાં મૂકતાં એ યુગધર્મને ખાસ લક્ષમાં લેશે. કોઈ જાતના આક્રમણ વગર એ જૈન ધર્મને વિસ્તાર એવી સિફતથી વધારી મૂકશે કે સંખ્યામાં શ્રદ્ધામાં, વર્તનમાં, વિચારમાં જૈનમય જગત થઈ જાય અને છતાં આખી પદ્ધતિ જરા પણ આક્ષેપક ન થાય. એ સર્વને માટે એ પૂરતી આવડતથી ચાલાકીથી અને દીર્ધ દૃષ્ટિથી કામ લેશે, એકંદરે જૈન એટલે ખરે જીતનાર છે એમ તે બતાવશે. એ માનસિક ખેડાણના સર્વ ક્ષેત્રમાં આનંદથી ઘૂમશે અને એની પાસે પૂર્વપુરુષોને અમૂલ્ય વારસો હશે તેને પૂરતો લાભ લઈ, તેને બરાબર અનુરૂપ રહી અને તેને સર્વ બાબતમાં નવયુગને આકાર આપી એ સર્વ ક્ષેત્રમાં ઘૂમતે જશે અને જ્ય પ્રાપ્ત કરતે જશે.
એને ભૂગોળ આદિ કઈ કઈ વિષયમાં રસાયણશાસ્ત્રમાં પ્રાણુશાસ્ત્રમાં વર્તમાન જ્ઞાન સાથે સંઘદનના પ્રસંગો પણ આવશે. તે વખતે એ જ્યાં પિતાની નજર નહિ પહેચે ત્યાં બન્ને સ્વરૂપે રજૂ કરશે, પણ પિતાની અમુક બાબતમાં અશક્તિ સ્વીકારતાં એને જરા પણ સંકેચ નહિ લાગે. એ કદી વિજ્ઞાનને તુચ્છકારશે નહિ અને જ્યાં વિરોધ પ્રાપ્ત થશે ત્યાં બન્ને પક્ષને સરખે ન્યાય આપશે. એનું ખરું સામ્રાજ્ય તે તત્ત્વમાર્ગમાં આવશે ત્યાં આત્મા અને અજીવના અંતિમ પ્રશ્ન, પરમાણુના સિદ્ધાંત, પરિણમીપણાને અર્થ, આકાશપ્રદેશનો ભાવ, લેશ્યા અને
અધ્યવસાય, મને વર્ગણાનું સક્ષમ રવરૂપ, આત્મા અને મનને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com