________________
નવયુગને જૈન
નથી. સ્ત્રી સંબંધી સર્વ પ્રશ્નને નિકાલ એકતરફી જ થાય છે અને છતાં ગણ્યાગાંઠ્યા વગરનિમાયેલા આગેવાને જે ઠરાવ કરે તે સ્ત્રીઓ ઉપર, મતાધિકાર વગરના ગરીબ કે મધ્યમ વર્ગ ઉપર બંધનકર્તા ગણવામાં આવે છે. સમગ્ર સંઘના પ્રથનાને અંગે સાધુસાધ્વીને કદી પૂછવામાં આવ્યું હોય કે તેમને સંઘના મેળાવડામાં હાજર રહેવા આમંત્રણ થયું હોય તેવું જાણવામાં નથી. માત્ર કોઈ વાર તેમને આગેવાને શેત્રુંજની રમતના પ્યાદા કરી શક્યા છે, પણ તે અમુક મુદ્દાઓ સાધવા પૂરતા જ. સાધુસાધ્વીને સામાજિક વિધાનમાં કશું સ્પષ્ટ સ્થાન મળ્યું નથી.
સંધના આગેવાનના ફેંસલાએ દીર્ધદષ્ટિવ બહુધા બતાવ્યું નથી. સદર ફેંસલાઓ તદ્દન નિષ્પક્ષપાતપણે અપાયા હોય એવું ઘણી વાર બન્યું નથી. એક સરખા પ્રસંગમાં અરસ્પર વિરૂદ્ધ ફેંસલાઓ વ્યક્તિને લઈને અપાયા છે.
સંઘે એકઠા મળીને કદી પણ સામાજિક સ્થિતિને વિચાર કર્યો નથી, સમાજની પ્રગતિના સંબંધમાં પિતાની કાંઈ ફરજ છે
એ ખ્યાલ પણ કર્યો નથી અને જૈન દર્શનની પ્રગતિ પ્રસાર કે વિસ્તાર માટે એમનું કાંઈ પણ કર્તવ્ય હતું એ ખ્યાલ પણ કર્યો નથી.
એણે અવ્યવસ્થા એટલી હદ સુધી કરી છે કે કોઈ પણ સંધની પાસે એના હાથ નીચે પુરુષ સ્ત્રી, બાળકબાલિકાની સંખ્યા કેટલી છે તેના આંકડા કોઈ વખતે મેળવ્યા નથી. એના દર વર્ષે કે અમુક વર્ષને અંતરે આંકડા મેળવવા જોઈએ અને વ્યવસ્થિત રાખવા જોઈએ એ જરૂરી બાબત તરીકે પણ કઈ સંધે સ્વીકારેલ નથી. પરિણામે કોઈ પણ સંઘને પૂછવામાં આવે કે તેને અધિકાર કેટલા પર ચાલે છે તેના આંકડામાં પચીસથી પચાસ ટકાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com