________________
નવયુગને જૈન
-~-~~-~~
-
-
-
~
જે વખતને દુરૂપયોગ કાર્યને અભાવે થાય છે તે બંધ થઈ જશે અને સેવાને આદર્શ જામતાં અનેક નવીન કાર્યદિશાઓ સ્ત્રીઓ માટે ખુલ્લી થઈ જશે. ઘરસંસાર બળતા અંગારા અને લેશનાં ધામોને બદલે થાકેલના આશ્રયે અને ગૃહસ્થજીવનનાં કેન્દ્રો બનશે અને એકંદરે સંસારવ્યવહાર ઉચ્ચ કક્ષા પર જ જશે.
સ્ત્રીઓ વ્રત પચ્ચખાણ અધિક કરશે અને તે સમજીને કરશે. બાહ્ય દેખાવ તરફ એને મન એછું જતું જશે. ખાસ કરીને જીવનની સાદાઈ, ગૃહવ્યવસ્થા, સુઘડતા, સ્વચ્છતા આદિ ખૂબ વધશે. એનામાં રાષ્ટ્રીય ભાવના ખૂબ પિપાશે. એ રાષ્ટ્રીય સેવાસમાં વગર ભયે કામ કરશે, એ જેલ જવામાં પણ કરશે નહિ અને પોતાના નૈતિક બળથી સંસારને ઉચ્ચ, ધર્મસન્મુખ અને સાપેક્ષ્ય સાધ્વગામી બનાવશે. કપડાં એ દેશી જ વાપરશે અને તેમાં પણ સાદાઈ ઘણી દાખવશે.
નવયુગની જૈન સ્ત્રીઓને વર્ગ ચિતન્યવાન, કર્મશીલ અને આદર્શવાહી નીકળશે. એ ગમે તેમ જીવન વહન કરનાર, મરવાને વાંકે જીવનાર નહિ થાય. એનામાં વિચારસ્વાતંત્ર્ય ખૂબ આવશે. એ નકામાં મેંણદેણું ખમશે નહિ અને નકામા ઝઘડા વઢવાડ કરશે નહિ. આ આદર્શવાહી સ્ત્રીઓની છાયા ભવિષ્યની પ્રજા ઉપર ભારે સુંદર પડશે. કેળવાયેલી આદર્શવાન માતાના ખોળામાં સેવા અને રાષ્ટ્ર, ધર્મ અને આદર્શનાં દૂધ પીનાર નવયુગનાં બાળકો કેવા થાય તે ચીતરવા કરતાં કલ્પવું વધારે સહેલું છે.
હવે કેટલાક મુખ્ય પ્રશ્ન સંબંધી નવયુગની વિચારધારા કેવા પ્રકારની રહેશે તે જોઈ લઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com