________________
પ્રકરણ ૧૬મું
૧૭૫
પણ ન થયો ! અને રાત્રીને વખતે નવ દશ વાગ્યા સુધી ધમાલ વગેરેમાં એકંદરે વૈષ્ણના ભેગી દેવાનું અથવા તેમની કહેવાતી પૂજાનું જૈન દ્રવ્યભાવપૂજાનો આશય કે આદર્શ સમજ્યા વગર અંધ અનુકરણ થયું છે અને એક બે પેઢી ગયા પછી એ અસલ ધર્મ હો એવી અંધપરંપરા ચાલી છે એવો નવયુગને સ્પષ્ટ મત થશે. એ આ સર્વ ધામધુમોને અજૈન ગણશે, એ રાજવહીવટને શહેનશાહી ગણશે, એ મહામૂલ્યવાન મેતી હીરાની માળાઓને કોઈ ઝાર કે નિઝામને લાયકની ગણશે. અને તે સંસારતાપથી બળેલા ઝળેલાના આશ્રય સરીખડા વીતરાગ પાસે જવું છે અને ત્યાં પિતાના નાનામોટા વૈભવને ત્યાગ કરવાના મનોરથ કરવા છે. ત્યાં તે એ સામે ચિત્ર જ જુદું જુએ. આ જૈન મૂર્તિ પૂજાને આદર્શ તદ્દન ઉથલાઈ ગયે એને લાગે અને એ પંડિત ધનપાળે કર્યું હતું તેને મળતું કરે તે ના નહિ. ધનપાળ પંડિત ગમે તે દેવની પૂજા કરવા જાય છે. એક દેવને સ્ત્રી સાથે જોઈ તેની આગળ પડદો બાંધી ચાલી નીકળે છે. એક દેવના હાથમાં ગદાચક્રાદિ આયુધ જોઈ ત્યાંથી ભય પામ્યો હોય તેમ ગભરાટ બતાવી નાસી છૂટે છે. એ ધનપાળ જે અત્યારના વૈભવ વિલાસવાળાં જૈનમંદિરે જુએ તે એના મુખ્ય દરવાજા ઉપર ઉઘાડ દે થાય તેવા દરવાજા (કલેસીબલ ડેર્સ) અને ચારે તરફ લોઢાને ગઢ બંધાવવાનો હુકમ આપે. આવા દષ્ટિબિંદુથી નવયુગ પુરાણ કથાઓ વાંચશે અને એને ઉપર ઉપરની ધમાધમ જૈન મૂર્તિપૂજાના આદર્શ વિરૂદ્ધ પછવાડેથી દાખલ થઈ ગયેલ અને ભક્તિમાં અક્કલ ન હોય તે ન્યાયે ચાલવા દીધેલી અને પચીસ પચાસ વર્ષે તે જાણે અનાદિ કાળથી ચાલી આવેલી હોય તેવું રૂપ લઈ લીધેલી માલૂમ પડશે. એ મંદિરની અને મૂર્તિની આખી વ્યવસ્થામાં અન્ય દર્શનનું વગર વિચારનું અનુકરણ દેખશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com