________________
નવયુગને જૈન
ઉપરના નિર્ણય પ્રમાણે કઈ પણ વ્યક્તિને સંઘ બહાર કરવાનું ઉચ્છેદક પગલું સંગઠન લેશે નહિ. એ સજાને એ દેહાંતદંડની સજા સરખી ગણશે અને જૈનની વિશાળ દયામાં દેહાંતદંડને સ્થાન હેાય જ નહિ એમ નવયુગને તેમના વખતની ધર્મની માન્યતા શીખવશે. એને રચનાત્મક કાર્ય કરવાનું હોઈ એ સંધબળ–સંગઠનબળ નબળું થાય એ એક પણ માર્ગ સ્વીકારશે નહિ. આ તેમના નિર્ણયમાં સંઘબહાર કરવાનું કાર્ય આવી જશે.
સ્વાભાવિક પ્રશ્ન થાય કે કઈ ખરેખર ધર્મને નુકસાન કરવાને ગુને કરે તે શું કરશે? અલબત સાંસારિક ગુના ખાતર, ધનવાનને વિરોધ કરનારને અંગે અથવા ધર્મ સંબંધી શંકા કરનાર કે પ્રશ્ન કરનારને તે સંઘ બહાર કરવાની ઘેલછા નવયુગ નહિ જ કરે એ સમજી શકાય તેવી વાત છે અને તે બાબતને અત્યંત શરમીંદગી ભરેલ ઇતિહાસ વધારે નહિ જ લંબાવે. દા. ત. કેઈ નવયુગની નવી સંહિતા રચે, પૂર્વકાળમાં વિકારે સાહિત્યને અંગે બતાવે કે વચ્ચેના મધ્યકાળમાં ખૂબ અંધકાર વ્યાખ્યો હતો એવું ઇતિહાસથી બતાવે તે તેને સંઘબહાર કરવાની
ખલના નવયુગ નહિ જ કરે. પણ, પણ......... પછી કાંઈ રહેતું જ નથી. ધર્મને સમજવામાં આવે તે તેને ગુને અશક્ય છે. ઉપદેશ, સમજાવટને ધર્મમાં સ્થાન જરૂર છે, મતઐક્ય કરવાનું કાર્ય પ્રશસ્ય છે, પણ મિથ્યાત્વ જેવા ગાઢ અંધકારમાં જનતાને મેટો ભાગ વ્યાપ્ત છે. તેને પણ સંઘબહાર મૂકવાની કદિ કલ્પના કરવામાં આવી નથી તે પછી કયા ગુના બદલ સંઘબહાર કરાય? એક આચાર્યને વિચાર પ્રચલિત પ્રવૃત્તિ જોઈ સર્વ સાહિત્ય સંસ્કૃતમાં લખવાનું થાય, અત્યારે કોઈને સૂનાં
ભાષાંતરે કરવાનું મન થઈ આવે તેને સંઘબહાર કરવાને ઇતિહાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com